ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી
ખાખીએ રંગ બતાવ્યો; પેંડા ગેંગને ‘મરઘા’ બનાવી ઓકાત બતાવી
પેંડા ગેંગને આશરો આપનાર સામે પણ કાર્યવાહી, બન્ને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
શહેરનાં મંગળા રોડ પર ભાજપનાં નેતા ડો. અમિત હપાણીની પ્રગતિ હોસ્પીટલની બહાર પેંડા ગેંગ અને જંગ્લેશ્ર્વરની મરઘા ગેંગ વચ્ચે થયેલા ફાયરીંગનાં બનાવમા પોલીસે સરકાર તરફે ફરીયાદી બની 11 શખ્સોનાં નામ જોગ અને તપાસમા ખુલે તે તમામ વિરુધ્ધ હત્યાની કોશીષ અને આર્મ્શ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ કમિશનરે આવા ગુનેગારોને ખો ભુલાવી દેવા સુચના આપતા ખાખીએ રંગ બતાવ્યો હતો. અને પકડાયેલા પેંડા ગેંગનાં 7 સભ્યોને મરઘા બનાવી કાયદાનાં પાઠ ભણાવ્યા હતા. ડીસીપી જગદીશ બાંગરવાએ આ ગેંગની જાતે સરભરા કરીને તેમને બીજી વખત ગુનો ન કરે તેમ ખો ભુલાવી દીધી હતી. આ ફાયરીંગ પ્રકરણમા સંડોવાયેલા પેંડા ગેંગનાં 7 પાડાઓનુ પાણી પોલીસે ઉતારી દીધુ હતુ. અને ફાયરીંગ કર્યુ તે જ જગ્યાએ લઇ જઇ ઘટનાનુ રીક્ધસ્ટ્રકશન કરાવ્યુ હતુ. પેંડા ગેંગને આશરો આપનાર બાબરાનાં શખ્સ વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે મરઘા ગેંગનાં 3 સભ્યોને ઝડપી લેવામા આવ્યા છે. અને ફરાર અન્ય 4 થી પ શખ્સોને પકડવા રાજકોટ પોલીસની છ ટીમો કામે લાગી છે. જેમા કેટલીક ટીમો ગુજરાત બહાર ધામા નાખીને બેઠી છે.
ફાયરીંગ પ્રકરણમા પેંડા ગેંગનાં રતનપરનાં હર્ષદિપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકિસિંહ ઝાલા , આશાપુરા નગરનાં જયવીક ઉર્ફે મોન્ટુ દીલીપ રોજાસરા , હુડકો કોઠારીયા રોડ આશાપુરા નગરનાં જીગ્નેશ ઉર્ફે ભયલુ દીનેશ રાબા , હીંમત ઉર્ફે કાળુ અમુદાન લાંગા, આશાપુરા નગરનાં લકીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા, માધાપર ચોકડી પાસે અવધ રેસીડન્સીમા રહેતા મનીષદાન નવલદાન બાદાણી અને અવધનાં ઢાળ પાસે રહેતા પરીમલ ઉર્ફે પરીયો ત્રીભોવન સોલંકીની ધરપકડ કરી બે પીસ્તોલ અને કાર્તુસ સહીત આઇ ટવેન્ટી કાર મળી 3.75 લાખનો મુદામાલ કબજે કર્યો છે .
પકડાયેલા હર્ષદીપસિંહ વિરુધ્ધ 10, જયવિક ઉર્ફે મોન્ટુ સામે ર , ભયલા ગઢવી વિરુધ્ધ પાંચ , હીંમત ગઢવી વિરુધ્ધ 3 , મનીષ સામે ર અને પરીયા સામે 6 ગુના નોંધાયેલા છે . પકડાયેલા પેંડા ગેંગનાં ભયલા ગઢવી સહીતનાં 7 શખ્સોને મરઘા બનાવી કાયદાનુ ભાન કરાવવામા આવ્યુ હતુ . અને આ 7 પાડાઓનુ સરઘસ કાઢી રીક્ધસ્ટ્રકશન કરાવવામા આવ્યુ હતુ. આ મામલે હજુ મરઘા ગેંગ સામે કાર્યવાહી કરવા પણ પોલીસે તૈયારીઓ બતાવી છે મરઘા ગેંગનાં 3 સભ્યોને પોલીસે દબોચી લીધા છે . જયારે અન્ય પાંચ શખ્સોને પકડવા માટે પોલીસની છ ટીમ કામે લાગી છે . પેંડા ગેંગને આશરો આપનાર બાબરાનાં શખ્સને પણ સકંજામા લીધો છે.
પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા , ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. આર ગોંડલીયા, એમ. એલ. ડામોર , સી. એચ. જાદવ સાથે એસઓજીનાં પીઆઇ એસ એમ જાડેજા, ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ એ. એન. પરમાર , એમ. કે. મોવલીયા, વી. ડી. ડોડીયા, સાથે એસઓજીનાં પીએસઆઇ વી. કે. ઝાલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
મરઘા ગેંગના 3 શખ્સો ક્રાઇમ બ્રાંચના સકંજામા
મંગળા રોડ પર ફાયરીંગ મામલે પોલીસે બંને જુથનાં 11 શખ્સો વિરુધ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો હોય જેમા પેંડા ગેંગનાં 7 સભ્યો પોલીસ સકંજામા આવી ગયા છે . જયારે મરઘા ગેંગનાં સમીર ઉર્ફે સંજલો જાવીદભાઇ જુણેજા, અબ્દુલા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ધાડા , સમીર ઉર્ફે મુરઘો, સોહીલ સિકંદર ચાનીયા, સોહીલ દીવાન ફકીર , અમન અલ્તાફ પીપરવાડીયા અને તપાસમા ખુલે તે તમામ વિરુધ્ધ ગુનો દાખલ કર્યા બાદ મરઘા ગેંગનાં 3 સભ્યો ગુજરાત બહાર ભાગે તે પુર્વે તેને દબોચી લેવામા આવ્યા હતા . અને હજુ આ ગેંગનાં ફરાર પાંચ સભ્યોને પકડવા ક્રાઇમ બ્રાંચ, એસઓજી , એલસીબી ઝોન 2 અને એ ડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે જેમા ગુજરાત અને ગુજરાત બહાર રાજકોટ પોલીસની ટીમે વોચ ગોઠવી છે.
