For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો

01:11 PM Nov 12, 2025 IST | admin
ભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો

સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી પરંતુ રૂૂમમાં તપાસ કરવામાં આવી ત્યારે મહિલા સહીત ત્રણ રોકાયેલા હોવાનું સામે આવતા હોટલના સંચાલક પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી રૂૂમમાં રોકાયેલા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

જે મામલે સંચાલક જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને તેના પુત્ર વિનય જનક ભાટિયા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીઓએ પોતાની હોટલના રજીસ્ટરમાં જમ્મુ કશ્મીરના ઝાંગલીમાં રહેતા જમીલ અહમદખાન અબ્દુલ મજીદખાન નામના વ્યક્તિની નોંધ કરેલી હતી. જેને રૂૂમ નંબર 251 આપવામાં આવ્યો હતો. હાઈએલર્ટ દરમિયાન પરપ્રાંતીય ઇસમ રોકાયેલો હોવાથી પોલીસ રૂૂમમાં વધુ તપાસ માટે ગઈ હતી. ત્યારે રૂૂમમાંથી જમીલખાન સહીત એક મહિલા નયિમ બેગમ અને મોહંમદ નયિમ અઝીજ ખાન મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા ગત 1 નવેમ્બરથી હોટલના રૂૂમમાં રોકાયેલા હોવાનું જણાવ્યું હતું.આ મામલે આરોપી હોટલ સંચાલકની પૂછપરછ કરતા માત્ર એક વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ કરી હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગ સહીતની કલમો તળે ગુનો દાખલ કરી જમ્મુ કશ્મીરની મહિલા સહીત ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના મામલે ભુજ એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવી સાથે વાત કરતા તેમણે માહિતી આપતા જણાવ્યું કે,મહિલા સહીત ત્રણેયની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી છે.જેમાં છેલ્લા દસ દિવસથી હોટલના રૂૂમમાં રોકાયેલા ઈસમો જમ્મુ કશ્મીરથી ચંદો ઉઘરાવવા માટે આવ્યા હોવાનું હાલ પોલીસને જણાવી રહ્યા છે.જોકે આ મામલે હજી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસને બતાવવામાં આવેલા આધાર પુરાવા પર પણ જમ્મુ કશ્મીર પોલીસની મદદથી ખરાઈ કરવામાં આવી રહી છે. હાલ આગળની તપાસ ચાલુમાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement