જંગલેશ્ર્વરના કાકા-ભત્રીજાને ગઠીયો ભટકાયો, 20-20 વાળી છુટી નોટો લેવા જતા 30 હજાર ગુમાવ્યા
જંગલેશ્વરમાં રહેતા ધર્મેશભાઈ નટુભાઈ પીઠડીયા અને તેમના ભત્રીજોએ ફેસબુક મારફતે આવેલી છૂટી 30 હજારની નોટો લેવા જતા 30 હજાર રૂૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.જંગલેશ્વર શેરી નં.01 શાળા નં.70 સામે રહેતાં ધર્મેશભાઇ નટુભાઈ પીઠડીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરી કામ કરે છે.
ગઇ તા. 23 ના રોજ બપોરના સમયે તેમના ભત્રીજા પાર્થે ફેસબુકમા 10, 20 વાળી છુટી નોટોની પોસ્ટ જોયેલ જેથી ભત્રીજાએ તેમા રૂૂ.10,000 ની છુટી નોટો માંગેલ તો તેણે ભત્રીજાને જણાવેલ કે મીનીમમ રૂૂ. 40 હજારની છુટી નોટો લેવી પડશે. તેમના ભત્રીજાનો ફોન નંબર માંગેલ જેથી પાર્થે તેમને પોતાનો ફોન નંબર આપતા તેણે પાર્થને તે વ્યક્તિએ ફોન કરેલ અને ભત્રીજા લએ તેમને જણાવેલ કે મારે રૂૂ.30 હજારના જ છુટ્ટાની જરૂૂર છે, તેમ કહેતા આ વ્યકિતએ રાત્રે સાત વાગ્યાએ મવડી ચોકડીએ બોલાવેલ હતાં.
બાદ રાત્રીના આઠ વાગ્યે તેમનો ફોન આવેલ અને પોતે અન્ય કામમા રોકાયેલ હોવાથી ન આવવાનુ જણાવેલ હતું. બીજા દીવસે તા.24 ના સવારના દસ વાગ્યે બે વખત તેમનો ફોન આવેલ પણ ભત્રીજો પરીક્ષામા હોવાથી ફોન ઉપાડેલ નહી બાદ બપોરના બે વાગ્યની આસપાસ તેમનો ફરીથી ફોન આવેલ અને ભત્રીજા પાર્થને પુનીતના ટાંકાએ બોલાવેલ જેથી તેઓ તેના ભત્રીજા સાથે ત્યાં ગયેલ અને તેમની પાછળ આવવા જણાવેલ બાદ અમે તેની સાથે મટુકીની પાછળની શેરીમા ગયેલ અને ત્યા વ્યકિતએ જણાવેલ કે, તમે મને પૈસા આપો હમણાં જ હું તમને છુટા રૂૂપીયા લઇ આવીને આપી દઉં.
જેથી તેમને રૂૂ. 30 હજાર આપેલ બાદ તે ભાઇ ત્યાથી શનેશ્વર પાર્ક વાળી શેરીમા ગયેલ બાદ દસેક મીનીટ પછી તેમને ફોન કરતા તેણે થોડીવારમા આવવા જણાવેલ બાદ બે વખત ફોન કરતા તેણે અલગ-અલગ બહાના બનાવેલ અને પરત ન આવેલ અને બાદ તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખેલ હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી છેતરપિંડી કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.