ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર

11:36 AM Dec 01, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારીયા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસ પકડથી સતત દૂર છે.

Advertisement

જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી આર્થિક ગુનાઓ સહિત મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, એટ્રોસિટી અને પ્રોહિબિશન જેવા ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ઉપરાંત, આ ટોળકી દસ્તાવેજો સાથે ચેડાં કરવાના ગુનાઓ પણ આચરતી હતી, જેના વિરુદ્ધ એપ્રિલ 2025માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ ટોળકીના અન્ય સભ્યોની અગાઉ ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે, પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારીયા છેલ્લા ઘણા સમયથી નાસતો ફરે છે.

ગુજસીટોક સ્પેશિયલ સેશન્સ કોર્ટ, રાજકોટ દ્વારા તેની ધરપકડ માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ-72 મુજબ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ધીરેન કારીયા મળી ન આવતા, કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ ઇગજજ કલમ-84 મુજબનું પફરારી જાહેરનામુંથ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ વધુમાં જણાવ્યું કે, ફરારી જાહેરનામું ઇશ્યૂ થયા બાદ આરોપીને હાજર થવા માટે 30 દિવસનો સમયગાળો આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન આરોપી મળી ન આવે, તો પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે અને ત્યારબાદ કલમ-85 મુજબની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કોર્ટ દ્વારા આરોપી ધીરેન કારીયાની મિલકત જપ્ત કરવાનો હુકમ કરી શકાય છે.

હાલ, પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-84 મુજબના વોરંટના અંતર્ગત પોસ્ટરો બનાવી, આરોપીને વોન્ટેડ જાહેર કરીને જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવ્યા છે. પોલીસે લોકોને ધીરેન કારીયા (રહે. બ્લોક નંબર 303, નોબલ પ્લેટેનીયમ, રાયજીબાગ, જૂનાગઢ) ની કોઈપણ માહિતી આપવા માટે અપીલ કરી છે અને માહિતી આપનાર વ્યક્તિનું નામ ખાનગી રાખવાની ખાતરી આપી છે.

બુટલેગર ધીરેન કારિયા સામે વર્ષ 2010માં જૂનાગઢમાં પ્રથમ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. ત્યારથી લઈ અત્યારસુધીમાં તેની સામે અલગ અલગ 60થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં પ્રોહિબિશનના, હત્યાના પ્રયાસ, મારામારીનો અને લ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં ફોર્જરીની કલમ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.
ધીરેન કારિયા બે વર્ષ પહેલા 11 જિલ્લામાં નોંધાયેલા પ્રોહિબિશનના 18 ગુનામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી અને ભાવનગરનો 1-1, જૂનાગઢ અને દ્વારકાના 4-4, જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, નર્મદા અને પોરબંદરના 1-1 અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો. ત્યારે અમરેલી પોલીસે ઉજ્જૈનથી ઝડપી પાડ્યો હતો.

Tags :
bootlegger Dhiren Kariyacrimegujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement