જૂનાગઢના શિક્ષકે 10 લાખના 14.25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી
વ્યાજખોરે વધુ 19.50 લાખની ઉઘરાણી કરતાં પોલીસમાં ફરિયાદ
જુનાગઢ જિલ્લાના બુધેચા ગામના એક શિક્ષકે બગસરામા રહેતા એક શખ્સ પાસેથી વ્યાજે નાણા લીધા હોય વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતા 19.50 લાખની માંગણી કરી ધમકી આપતા આ બારામા તેણે બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
રાહુલભાઇ વરજાંગભાઇ યાદવ (ઉ.વ.35) નામના શિક્ષકે બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેણે તારીખ 11/8/22ના રોજ બગસરામા રહેતા પ્રકાશ ભીખુભાઇ વાળા નામના શખ્સ પાસેથી રૂૂપિયા 10 લાખ વ્યાજે લીધા હતા.
તેમને વ્યાજ સહિત 14.25 લાખ ચુકવી દીધા હોવા છતા તેણે મુળ રકમ અને વ્યાજ મળી કુલ રૂૂપિયા 19.50 લાખની માંગણી કરી હતી.આ શખ્સે કોરા ચેક તથા રૂૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર બળજબરીથી ધમકી આપી સહી કરાવી લઇ બેંકમાથી બાઉન્સ કરાવવાની ધમકી આપી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.એચ.મીંગ ચલાવી રહ્યાં છે.