જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે
જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે. ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જેને લઈ એસ.ઓ.જી. જૂનાગઢના પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તથા ગુજસીટોક જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા કુલ 3 આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ નજીક વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓ સી ડિવિ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાબી.એન.એસ. કલમ 308(5), 115(2) સહિત અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા. થોડા દિવસો પહેલા પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ અને તેની સાથેના માણસોએ ફરિયાદીને શાંતિથી નોકરી કરવી હોય અને પાર્ટીઓમાં જાવું હોય તો તેમની ગેંગને રૂૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, ફરિયાદીને થપ્પડ મારી કાઠલો પકડી રૂૂ. 2,500 બળજબરી પૂર્વક મારી નાખવાની ધમકી આપી કઢાવી લીધા હતા. આ આરોપીઓને પકડવા એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલનમાં રહી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ હકીકત મેળવવામાં આવી હતી.
જેમાં જાણવા મળ્યું કે, આ કામના આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં છુપાયેલા છે.જુનાગઢ એસઓજીએ સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક તેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 31 ગુના નોંધાયેલા છે. રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ: તેની વિરુદ્ધ 8 ગુના નોંધાયેલા છે. સીરાઝ બોદુભાઈ ઠેબા: તેની વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે. આ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મળીને કુલ 41 ગુના નોંધાયેલા છે. એસ.ઓ.જી.ની ટીમે આરોપીઓ પાસેથી 1. મોબાઇલ ફોન નંગ-3: કિંમત રૂૂ. 70,000 ,હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર: કિંમત રૂૂ. 10,00,000, જીયો કંપનીનું રાઉટર નંગ-1: કિંમત રૂૂ. 1,000 મળી કુલ રૂૂ. 10,71,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.