For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં હિરલબાની કરી ધરપકડ

01:29 PM Jun 10, 2025 IST | Bhumika
જૂનાગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં હિરલબાની કરી ધરપકડ

જુનાગઢ એસ.ઓ.જી. પોલીસે સાઇબર ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પોરબંદરના હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને મુંબઈના સચીન મહેતાની ધરપકડ કરી છે. આરોપીઓએ લોકોના નામે બોગસ પેઢીઓ બનાવી હતી. તેમણે પ્રતાપભાઈ ભરાડ, પારસભાઈ જોષી અને ભરતભાઈ સુત્રેજા જેવા લોકોને ખોટા વચનો આપ્યા હતા. આરોપીઓએ પીડિતોના નામે ખોટા દસ્તાવેજો અને બિલો તૈયાર કરાવ્યા હતા. તેમણે પેઢીઓના બોગસ સિક્કા પણ બનાવ્યા હતા.આરોપીઓએ પીડિતોની જાણ બહાર વિવિધ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. તેમની પાસેથી ખાલી ચેક અને RTGS ફોર્મ પર સહી કરાવી લીધી હતી. પીડિતોની અજાણમાં તેમના ખાતામાં સાઇબર ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

Advertisement

પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સાઇબર પોલીસ સ્ટેશનમાં ઈંIPC-2023 અને IT Act-ં2000ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી છે. કૌભાંડમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે. વધુ ધરપકડની શક્યતા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement