જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી
રોનક ઠાકુર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની પણ માંગણી કરવામાં આવી છે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ધારાસભ્યની ફરિયાદ લઈને તપાસ શરૂૂ કરી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, રોનક ઠાકુર નામના શખ્સે ખંડણી માગી છે અને મારી નાખવાની ધમકી આપી છે, અને આંગડીયામાં રૂૂપિયા મોકલવા માટેનો વોટસઅપ મેસેજ પણ કર્યો છે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે.
જૂનાગઢના MLA સંજય કોરડીયાને મારી નાખવાની ધમકી મળી છે અને ખકઅ સંજય કોરડીયા પાસેથી ખંડણીની માગ પણ કરવામાં આવી છે, વોટસઅપમાં મેસેજ કરી 30 લાખ આંગડીયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે અને વોટસઅપમાં અપશબ્દોના મેસેજ પણ કર્યા હોવાની વાત સામે આવી છે, રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને આ શખ્સે શું કામ આવો મેસેજ કર્યો તે ઝડપાયા બાદ જ પોલીસને ખબર પડશે અને કોઈના કહેવાથી આ રીતે ધમકી આપી છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે.
તો આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું છે કે, રોનક ઠાકુર નામના શખ્સે આ મેસેજ કર્યો છે અને આવો મેસેજ કરવાનું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસે પણ આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે, કોઈ અંગત અદાવતમાં આ મેસેજ કરી ખંડણી માંગવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલુ છે, તો હજી સુધી મેસેજ કરનાર રોનક ઠાકુર પોલીસના હાથે ઝડપાયો નથી, તો ધારાસભ્યએ પણ કોઈ રૂૂપિયા આંગડીયામાં મોકલાયા નથી અને બીજો કોઈ મેસેજ કે ફોન આવે તે પહેલા ફરિયાદ નોંધાવી છે.