જૂનાગઢના વેપારી સાથે જમાઈ અને ભાગીદારોની 85.59 લાખની છેતરપિંડી
જુનાગઢનાં માણાવદરમા રહેતા વેપારીને રાજકોટનાં ભાગીદાર અને ધોરાજીમા રહેતા જમાઇએ ભાગીદારોએ કંપનીમા ભાગીદાર બનાવી રૂ. 8પ.પ9 લાખનુ રોકાણ કરાવી તેમની જાણ બહાર નકલી સહીથી તેમનુ રાજીનામુ રજુ કરીને કંપનીનાં ડીરેકટરમાથી છુટા કરી નાખતા આ મામલે ગોંડલ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. વેપારીએ કોર્ટમા કરેલી ફરીયાદને આધારે કોર્ટે આ મામલે ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
મળતી વિગતો મુજબ માણાવદરનાં આનંદપાર્કમા રહેતા અને કપાસ ખરીદ વેચાણનુ કામ કરતા પોપટભાઇ રણછોડભાઇ ઠુંમરે નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે ધોરાજીનાં ચિસ્તીયા મુસ્લીમ કોલોનીમા રહેતા જમાઇ અરવીંદ નરશીભાઇ સોજીત્રા અને રાજકોટનાં મવડી કણકોટ રોડ પર ક્રિસ્ટલ હેવનમા રહેતા બીપીન મોહનભાઇ માવાણીનુ નામ આપ્યુ છે. પોપટભાઇએ ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓ માણાવદરમા કપાસનુ ખરીદ વેચાણનુ કામ કરતા હોય પોપટભાઇની પુત્રી જુલીનાં લગ્ન અરવીંદ નરશી સોજીત્રા સાથે ર0ર1 મા થયા બાદ બંને વચ્ચે મનમેળ નહી આવતા છુટાછેડા થયા હતા અને દિકરીનાં બીજા લગ્ન સુરત ખાતે થયા હતા જમાઇ અરવીંદ વિરુધ્ધ આર્મ્સ એકટ મુજબ રાજકોટમા અગાઉ ગુનો નોંધાયો હતો.
અરવીંદને જમાઇનાં નાતે ધંધામા આગળ લાવવા ઇ સ્ક્રીન ઇમ્પ્રેશન પ્રા. લી. નામની કંપની શરૂ કરી હતી જેમા સસરા અને જમાઇ બંને ડીરેકટર હતા અને 33.33 ટકા બંનેનો હીસ્સો હતો અને પેઢી પટેલ પોપટ રણછોડભાઇનાં બેંક ઓફ બરોડાનાં માણાવદર ખાતામાથી કંપનીનાં નામે અલગ અલગ સમયે રૂ. 8પ.પ9 લાખ ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ આ પેઢીમા જે ભાગીદારો હતા તેમા અરવીંદ સોજીત્રા, બીપીન માવાણી અને પોપટભાઇ ઠુંમર આ પેઢીનાં ડોકયુમેન્ટ તેમજ હીસાબી સાહીત્ય, ચેકબુક વગેરે જમાઇ પાસે રહેતુ હતુ. આ બંનેએ પોપટભાઇનાં જાણ બહાર તેમની બોગસ સહી કરી તેમનુ રાજીનામુ તૈયાર કરી અને તેમને ડીરેકટર પદેથી દુર કરી આ અંગેની વિગતો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની ગોંડલ શાખા સમક્ષ રજુ કરી અને છેતરપીંડી કરતા આ મામલે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાઇ છે.