મનહર પ્લોટમાં એપાર્ટમેન્ટના પાર્કિંગના રૂમમાંથી 80 હજારના દાગીનાની ચોરી
મનહર પ્લોટમાં આવેલા અધિષ્ઠાન એપાર્ટમેન્ટ નીચે પાર્કીંગમાં નેપાળી પરિવારના રુમમાંથી 80 હજારના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,સંતોષભાઈ ખડકભાઈ પરીયાર(ઉ.વ.25)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ લાપીનોઝ પિઝામાં નોકરી કરે છે.તે બપોરના કામના સ્થળે હતો ત્યારે મારા મોબાઇલ ફોનમાં માતાનો ફોન આવેલ અને જણાવેલ કે ગઇ તા.14/09ના રોજ બપોરના માતા ડુંકીબેન ઘરે હતા ત્યારે તેમણે પત્નીનુ સોનાનુ મંગળસુત્ર તથા સોનાની કાનમાં પહેરવાની બુટી નંગ-2 તે તેમણે ત્યા રૂૂમમાં એક થેલીમાં રાખી રૂૂમમાં રહેલ કબાટમાં મુકેલ હતુ જે બપોરના માતા તે કબાટમાં રાખેલ થેલી આજરોજ બપોરે એક વાગ્યે લેવા જતા તે થેલી જોવામાં આવી નહી.
જેથી માતાએ તથા પત્ની પ્રતીભાએ ઘરમાં તેની રીતે શોધેલ પરંતુ ક્યાંય જોવામાં આવેલ નહી જેથી આ બનાવની વાત કરતા ફરિયાદી તુરત ઘરે ગયેલ અને તેઓની રીતે તપાસ કરેલ પરતું પત્નીના કાનમાં પહેરવાના બુટીયા નંગ-2 જેનુ વજન આશરે 5(પાંચ) ગ્રામ જેની કીમત આશરે રૂૂપીયા 50,000/- તથા તેના ગળામાં પહેરવાનૂ લાલ મોતીની માળા વાળુ મંગળસુત્ર જેનુ વજન આશરે 3(ત્રણ) ગ્રામનું જેની કીમત આશરે રૂૂપીયા 30,000/- વાળુ તથા થેલી ઘરમાં ક્યાંય મળી આવેલ નહી જેથી અમોને ખ્યાલ આવેલ કે આ તમામ વસ્તુની ચોરી થયેલ છે.આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પારગી તપાસ ચલાવી રહ્યા છે.
