સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા-ધંધુકા રૂૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
મળતી માહિતી મુજબ, મહિલા મુસાફર સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી બસમાં બેઠી હતી. બસ સ્ટેન્ડ પરથી બસ રવાના થયા બાદ વઢવાણ રોડ પર કંડક્ટરે ટિકિટના પૈસા માંગ્યા ત્યારે મહિલાને પોતાની બેગ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે રોકડ અને સોનાના દાગીના ભરેલી બેગ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.
ચોરીની જાણ થતાં જ વઢવાણ બસ સ્ટેન્ડ પર તમામ મુસાફરો અને તેમના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસ.ટી. બસને બી-ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાથી મુસાફરોની સલામતી સામે વારંવાર પ્રશ્નો ઉભા થાય છે. હાલ બી-ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.