જામનગરમાં વેપારીના બંધ ઘરમાંથી રૂા.9 લાખના ઘરેણા, રોકડની ચોરી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટ ના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂૂપિયા સાડા છ લાખની રોકડ રકમ અને અઢી લાખ રૂૂપિયા ની કિંમતના સોનાના દાગીના સહિત રૂૂપિયા 9,02,000 ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. અને સિટી એ. ડિવિઝન તથા એલ.સી.બી.ની પોલીસ ટુકડી દોડતી થઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટી શેરી નંબર -1 માં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના 46 વર્ષના લોહાણા વેપારી કે જેઓએ ગત તા 16 ના રાત્રિના 11.30 વાગ્યાથી 17.10.2025 ના વહેલી સવારે આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દઈ અંદરથી રૂૂપિયા નવ લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી તરૂૂણ ભાઈના નાનાભાઈ કે જેઓ જામનગરમાં અન્ય સ્થળે રહે છે, અને તેઓ એક દિવસ માટે બહારગામ ગયા હોવાથી તરુણભાઈ પોતાના પત્ની અને બાળકો સાથે નાના ભાઈ ના ઘેર કે જ્યાં માતા એકલા હોવાથી એક રાત્રીનું રોકાણ કર્યું હતું.
જે દરમિયાન પાછળથી તેમના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી ળીધું હતું, અને કબાટમાં રાખેલી રૂૂપિયા સાડા છ લાખની રોકડ રકમ તેમજ પોતાની પત્ની નું સોનાનું મંગળસૂત્ર, બુટીયા,વિટી, પેન્ડન્ટ સેટ સહિતના દાગીના કે જેની કિંમત 2,52,000 જેટલી થાય છે, જે મળી કુલ 9,02,000 ની માલમતા કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, આ ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ની ટુકડી વગેરેએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.