ગુજરાતની બસમાં ચોરખાનામાં છુપાવેલ ઘરેણાં-રોકડ મળી 2.50 કરોડનો દલ્લો મળ્યો
રાજસ્થાન-ગુજરાત હાઇવે ઉપર આબુરોડ નજીકથી રાજસ્થાન પોલીસે અમદાવાદની પાર્શ્વનાથ ટ્રાવેલ્સની બસ માં ગુપ્ત ખાનું બનાવી છુપાવેલ 81.49 લાખની રોકડ તેમજ સોનાચાંદીના દાગીના સહીત રૂૂ.2.50 કરોડના મુદ્દામાલ સાથે બસના ડ્રાઈવર અને કંડકટર સહીત અમદાવાદ અને રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ રોકડ અને દાગીના હવાલા કે દાણચોરીના હોવાની શંકાએ રાજસ્થાન પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજસ્થાન-ગુજરાત હાઇવે ઉપર આબુરોડ નજીકથી રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેઇકો પોલીસ સ્ટેશનના સ્ટાફે માવલ ચોકી પર નાકાબંધી કરી બિકાનેરથી અમદાવાદ જતી પાર્શ્વનાથ ટ્રાવેલ્સની ખાનગી બસમાં ચેકિંગ કર્યું હતું. આબુ રોડથી આવતી પાર્શ્વનાથ ટ્રાવેલ્સની બસના ચેકિંગમાં બસની સ્લીપર સીટ નીચે ત્રણ ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું.
આ ખાનું ખોલવાનું કહેવામાં આવ્યું ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરે ખાનું ખોલવાની પોલીસને ના પાડી દીધી હતી. જેથી પોલીસને શંકા જતાં ગુપ્ત ખાનું ખોલાવ્યું તું જે માંથી રૂૂ. 81.49 લાખ રોકડ તેમજ 1 કિલો 770 ગ્રામ સોનાના દાગીના, 27 કિલો 91 ગ્રામ ચાંદીના દાગીના સહિતનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ બાબતે પાર્શ્વનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર, કંડક્ટર પાસેથી આ અંગેના બીલ અને જરૂૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા તે રજુ કરી શક્યા ન હતા. પોલીસે રૂૂ.2.50 કરોડનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરી ડ્રાઇવર અને કંડક્ટર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પાલડીના રહેવાસી કાલુરામ ચોપારામ ઘાંચી, અરથવાડાના રહેવાસી હનીફ ખાન મશરૂૂખ ખાન, પિંડવારાના ઝારોલીના રહેવાસી હરિસ કુમાર સોના રામ મીણા અને સિરોહીના માંડવાના રહેવાસી સુરેશ કુમાર બાબુલાલ ઝુલાવાની ધરપકડ કરવામાં આવી હતી.