ઉંઝામાં ઉમિયા માતાજી મંદિરમાંથી દર્શનાર્થીના 10 લાખના ઘરેણાની ચોરી
ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ દિવાળીના દિવસે સાંજના સમયે દર્શન કરવા આવેલા દર્શનાર્થીના બેગમાં રહેલા સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના કિં.રૂૂ. 10 લાખની કોઈ અજાણ્યો ચોર ભીડનો લાભ લઈ ચોરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ઊંઝા શહેરમાં પાટણ રોડ પર આવેલી નોબેલ હાઇટ્સમાં મીનાબેન દીપકકુમાર પટેલ રહે છે. જેઓના કુટુંબમાં લગ્નપ્રસંગ હોઈ તેમના પતિ સાથે એક્ટિવા પર તેની સાસુના ઘરેણાં જે ઊંઝા માર્કેટયાર્ડના બેન્કના લોકરમાં પડેલા હતા તે લેવા માટે આવ્યા હતા. જે બેન્કમાંથી લઈ સ્ટીલના ડબ્બામાં મૂકી બેગ લઈ ઉમિયા માતાજી દર્શન કરવા આવ્યા હતા. જ્યાં લાઇન લાંબી હોવાથી દર્શન કરવા લાઇનમાં ઊભા હતા. તે સમયે ફોન આવતાં મોબાઈલ કાઢી વાત કરી રહ્યા હતા. આદરમિયાન ઉતાવળમાં બેગની ચેઇન બંધ કરવાનું ભૂલી ગયા હતા. જેનો લાભ લઈ અજાણ્યો ચોર સ્ટીલના ડબ્બામાં મૂકેલા સોનાના દાગીના લઈ ફરાર થઇ ગયો હતો. તપાસ કરતાં દાગીના મળી ના આવતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં સોનાના દાગીના કિં.રૂૂ. 10 લાખ ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સોનાની બંગડી નંગ 4, સોનાની મગમાળા, સોનાની ચેઇન, સોનાની વીંટીઓ નંગ 2, હાથે પહેરવાની ચિનીઓ અને કાનની બુટ્ટીનો મળી કુલ દસ તોલા સોનું
