ધો.10ની પરીક્ષા આપતા ડમી વિદ્યાર્થી અને છાત્રની જેલની સજા રદ કરતી જેતપુર કોર્ટ
10 વર્ષ પહેલાના કેસમાં નીચલી કોર્ટે બંને આરોપીને 3 વર્ષની ફટકારેલી સજા સામે અપીલ કરી’તી
જેતપુરમાં ધોરણ-10 ની પરીક્ષા આપવા આવેલ ડમી વિદ્યાર્થી અને છાત્રને નીચેની કોર્ટે ફરમાવેલી સજાના હુકમને સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે.
આ કેસની વિગતો અનુસાર ગઈ તા. 17/3/2004 નારોજ આરોપી કપીલ પ્રવિણભાઈ મોણપરાના સ્થાને આરોપી ગોપાલ રણછોડભાઈ વોરા અંકુર વિધાલયમાં સમાજવિધાની પરીક્ષા આપવા બેસેલા તે સમયે ફરીયાદી પુનીતાબેન દેવશીભાઈ વિગેરેની સ્કોડ જીલ્લિા શિક્ષણાધીકારી તરફથી આપવામાં આવેલી આદેશ અનુસાર જેતપુરની અક્ષરક્ધયા વિધાલયમાં ચેકીંગ માટે આવેલા તે સમયે ધોરણ-10ની પરીક્ષા ચાલુ હતી તે સમયે વિધાર્થીની રીસિપ્ટ ઉપર રહેલ ફોટો અને તે શીટ ઉપર પરીક્ષા આપવા બેઠેલ વિધાર્થીનો ચહેરો જોતા અલગ-અલગ જણાય આવતો હોય ફરીયાદીએ વિધાર્થીને પરીક્ષા ખંડ માંથી ઉઠાડીને તેનું નામ પુછતા એવી હકીકત ખુલ્લેલી કે કપીલ મોણપરાના બદલે તેનો મિત્ર ગોપાલ રણછોડ વોરા નામનો વ્યકતી ડમી વિધાર્થી તરીકે ધોરણ-10ની પરીક્ષા આપવા માટે બેસેલો હતો.
તેથી તે અંગે તમામ સ્કોડના સભ્યોને વાકેફ કરી અને આરોપી ગોપાલ રણછોડ વોરાની પુછપરછ કરી તેણે પોતે પોતાના મીત્ર વતિ પરીક્ષા આપવા આવેલ હોવાની કબુલાત કરી અને તેનું લખાણ કરી આપેલું ત્યારબાદ પોલીસને બોલાવી આરોપી કપીલ પ્રવિણભાઈ મોણપરા, ગોપાલ રણછોડ વોરા સામે ઈ.પી.કોડ કલમ-419,હેઠળ ગુન્હો દાખલ કરેલો જે અંગેનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા તા.9/2/2021 નારોજ ઉપરોકત બંને આરોપીઓને જેતપુર ચીફ જયુડી મેજી. એ 3 વર્ષની કેદની સજા અને રૂૂા.5000/- નો દંડ ફરમાવેલો.
ઉપરોકત હુકમ સામે આરોપીઓએ જેતપુર સેસન્સ કોર્ટમાં અપીલ કરેલી જે અપીલમાં આરોપી તરફે તેઓને વકીલ એ એવી રજુઆત કરેલી કે, આરોપીની ચેકીંગ સ્કોર્ડ રૂૂબરૂૂ ની કબુલાત આરોપી વિરૂૂધ્ધના પુરાવામાં ઘ્યાને લઈ શકાય નહી તેમજ જે અસલ આન્સર શીટ હતી તે કોર્ટમાં રજુ કરવામાં આવેલી નથી તેમજ આંન્સર શીટ ઉપર ખરેખર આરોપી ગોપાલ રણછોડ વોરાના હસ્તાંક્ષરો છે કે કેમ? તેના સંબંધે હસ્તાક્ષર નીક્ષ્ણાંતનો કોઈ અભિપ્રાય મેળવવામાં આવેલ નથી તેમજ ફરિયાદી અને અન્ય સ્કોડના મેમ્બરોએ આરોપીને કોર્ટમાં ઓળખી શકેલ નથી. તેમજ પરીક્ષા સમયે પરીક્ષાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતા સમયે લોંબી ક્ધડકટર દ્રારા તમામ વિધાર્થીની રીસિપ્ટ અને તેના ઉપર ફોટો ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.
તેમજ વિધાર્થીને ઉતરવહી આપતા પહેલા પણ રસીદ અને ફોટોગ્રાફ વેરીફાઈ કરી અને સુપરવાઈઝરની સહી કર્યા બાદ જ ઉતરવહી આપવામાં આવે છે તેથી આટલી તકેદારી રાખ્યા બાદ મુળ વિધાર્થીને બદલે ડામી વિધાર્થી પરીક્ષા ખંડમાં ઉતરવહી લઈ પરીક્ષા આપે અને પેપર લખે તે શક્ય નથી. તેથી ફરીયાદપક્ષ નો કેસ મુળથી ખોટો હોવાનું પુરવાર થાય છે.ઉપરોકત તમામ દલીલો જેતપુર સેસન્સ કોર્ટે સ્વીકારી અને ચીફ જયુડી.મેજી. નો હુકમ રદ કરી બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. આ કામમા આરોપીઓ તરફે જેતપુર સીનીયર એડવોકેટ આર.આર.ત્રિવેદી, ભાવેશ પી.ત્રિવેદી, જે.જી.વાઘેલા, તથા મીસ પારૂૂલ જી. સિંધવડ રોકવામાં આવેલ હતા.