ભાવનગરના રાજપરા ગામે જેઠાણીનો દેરાણી પર હુમલો
પ્રકરણની પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા રાજપરા(તણસા) ગામે જેઠાણી એ દેરાણી ને ઢોરમાર માર્યો હતો.શરીરે લાલ અને કાળા ચામઠા પડી ગયાહતા.જેઠાણી ના માર ને લઈ કણસતી મહિલા ને ભાઈ ભાભી તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા.
હું મોટી બહેન બહેન કરતી રહી તેમ છતાંય મારા જેઠાણી મને લાકડા ના ધોકા વડે આડેધડ માર મારતા રહ્યા!આ શબ્દો છે રડતી આંખે હેતલબેન ધીરુભાઇ મકવાણા રે.રાજપરા ના.ચુડી -સાંકખડાસર ગામે પિયર ધરાવતી હેતલબેન ને ગઈકાલ રાત્રે 108 મારફત તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ.શરીરે આડેધડ માર ની પીડા થી કણસતી મહિલા એ આપવીતી જણાવી હતી કે મારે સિઝર આવવા છતાંય મારા જેઠાણી ચંપાબેન મને મારતા રહ્યા.મારી દીકરી ને હું ખિજાતી હતી એ વાત ને લઈ તું મને સંભળાવે છો તેવો આરોપ મૂકીને પતિ ની હાજરીમાજ ઢોર માર માર્યો હતો.પતિ ધીરુભાઈ ગામમાં સમોસા ની લારી કાઢે છે.અગાઉ પણ જેઠાણી એ માર મારતા પિયર રહેવા જવું પડ્યું હતું.181 ની મદદ લીધી હતી.181 ની ટીમ આવી તો મનેપણ દેરાણી એ માર માર્યો તેવા જેઠાણી ખોટા આરોપ લગાવવા લાગ્યા હતા.જોકે જેઠાણી શરીર પરના ઝખમ ન દેખાડી શકતા ખોટા પડ્યા હોવાનુ જણાવ્યું હતુ. દેરાણી એ તળાજા હોસ્પિટલમાં સારવાર ની સાથે જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે કાર્યવાહી કરી છે.