ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના યુવાન ઉપર રાજકોટમાં દારૂ પીવા બાબતે છરીથી હુમલો

12:50 PM Sep 30, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગરના ધરારનગરમાં રહેતા મુળ માળીયા મીયાણા પંથકના વતની અને રાજકોટ હત્યા કેસમાં કોર્ટ મુદતે આવેલા યુવાન ઉપર દારૂ પીવા બાબતે ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જામનગરના ધરારનગરમાં રહેતા આરીફ રજાક શેખ કે જે ભંગારના ડેલામાં મજુરી કામ કરતો હોય તેના સામે રાજકોટમાં હત્યાનો ગુનો નોંધાયો હોય જેની કોર્ટ મુદત હોવાથી તે ગત તા.26ના રોજ રાજકોટ આવ્યો હતો અને ભગવતીપરા હુશેની ચોકમાં રહેતા સસરા મુસ્તાક બુખારીના ઘરે રોકાયો હતો. આરીફને દારૂ પીવાની ટેવ હોય તે રાજકોટનાં મોચી બજાર જુની પોસ્ટ ઓફિસના ખાડામાં દેશી દારૂ પીવા આવ્યો હતો અને દારૂની કોથળી લઈને તે નજીકમાં દારૂ પીવા બેઠો હતો ત્યારે અગાઉ તેનો મિત્ર રાહુલ ઉર્ફે રસીયો ત્યાં આવ્યો હતો અને આરીફ પાસે દારૂની માંગણી કરી હતી. પણ ત્યાં આરીફે દારૂ આપવાની ના પાડતાં ઝઘડો થયો હતો.

રાહુલ અને તેના સાથીના બે શખ્સોએ આરીફ સાથે ઝઘડો કરી રાહુલે છરીના બે ઘા પેટમાં અને સાથળના ભાગે ઝીંકી દીધા હતાં. લોહીલુહાણ હાલતમાં આરીફ ત્યાં જ ઢળી પડયો હતો અને દેકારો થતાં આ ત્રિપુટી ભાગી ગઈ હતી. આરીફનો ભાઈ લોટરી બજારમાં ફ્રુટની લારી ચલાવતો હાયે ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા બાદ આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsrajkotrajkot news
Advertisement
Advertisement