શેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડક
રાજકોટ સાઈબર ક્રાઈમમાં આઠ માસ પૂર્વે નોંધાયેલી ફરિયાદમાં આરોપી ઝડપાયો
શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.42) સાથે થયેલી રૂૂ.11.47 લાખની છેતરપીંડી મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે જામનગરના એક શખ્સની ધરપકડ કરી છે.
અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયાએ આ મામલે આઠ માસ પૂર્વે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોતે ફાઇનાન્સ કંપનીમાં એરિયા ક્રેડિટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેના વોટ્સએપમાં શેરબજારમાં નફો કરવા માટે ટીપ આપતા તેમાં રસ પડતાં દીપકભાઈને ગ્રૂપમાં મેસેજ કરતા જ તેને અન્ય એક ગ્રૂપમાં સામેલ કરાયો હતો. જે તેની પાસે એક એપ ડાઉનલોડ કરાવાઇ હતી અને લિંક મોકલાઇ હતી. બાદમાં નાણાં રોકવાનું કહેવામાં આવતા દીપકભાઈએ 14 ટ્રાન્ઝેક્શનમાં રૂૂ.11.47 લાખનું રોકાણ કર્યું હતું. દીપકભાઈના પિતા બીમાર હોય નાણાની જરૂૂરિયાત ઊભી થતા નાણાં વિડ્રો કરવાનો પ્રયાસ કરતા પોતાને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરી જયકુમાર ધિરેન્દ્રભાઇ ત્રીવેદી (રહે.આકાશદીપ ટાવર ફ્લેટ નં. 107 પાર્ક કોલોની કુણાલ કોમ્પલેક્ષની પાછળ ડોમીનોજ પીઝાની બાજુમા જામનગર) ની ધરપકડ કરી છે. પકડાયેલ જયે અન્ય આરોપીના બેન્ક એકાઉન્ટ કમીશનના બદલામાં ભાડે આપી સાયબર ફ્રોડમાં ઉપયોગ કર્યો હતો. સાઈબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.કૈલા, બી.બી.જાડેજા, વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.પટેલ તથા પો.હેડ કોન્સ. શિવભદ્રસિંહ એસ. જાડેજા, પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ ડી. જાડેજા, જયભાઇ એમ. આદ્રોજાએ કામગીરી કરી હતી.