જામનગરનો ઘરફોડ ચોરીના ગુનાનો 15 વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો
11:43 AM Nov 18, 2025 IST
|
admin
Advertisement
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2011માં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, તે ગુનામાં જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર અબ્બાસભાઈ સમેજા ને ફરારી જાહેર કરાયો હતો, અને ઉપરોક્ત આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.
Advertisement
ઉપરોક્ત આરોપી મુંબઈના ભાયંદર પંથકમાં સંતાયેલો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ની ટીમે મુંબઈ પંથકમાં ધામા નાખ્યા હતા, અને ભાયંદરના કાશીગાંવ ખાતેથી આરોપી ઝુબેર ને ઝડપી લેવાયો હતો, અને તેને જામનગર લઈ આવ્યા બાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવામાં આવ્યો છે.
Next Article
Advertisement