જામજોધપુર પોલીસે સાત વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો
જામજોધપુર પો.સ્ટેના પો.ઇન્સ એ.એસ.રબારી નાઓએ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા જરૂૂરી સુચન કરેલ હોય જે અન્વયે જામજોધપુર પો.સ્ટે. પોલીસ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જણાવેલ હોય.
જે દરમ્યાન પો.કોન્સ. અશોકભાઈ બાબુભાઈ ગાંગીયા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ નામદાર કોર્ટ ના અલગ અલગ ગુન્હામાં સજા પડેલ હોય જે કામેનો આરોપી પ્રદિપભાઇ કરશનભાઇ રાજાણી રહે. "રાજ" શિવમ બંગલોઝ, જલારામ મંદીર પાછળ જામજોધપુર તા.જામજોધપુર જી.જામનગર વાળો જે રાજકોટના મહે.11માં એડીશનલ ચીફ જ્યુ.મેજી.સાહેબ (એ.પી.ડેર) ની કોર્ટ રાજકોટના ફો.કે.નં-5950/2018 નેગોશીયેબલ એક્ટની કલમ 138 તેમજ (2) રાજકોટના મહે.7માં અધિક ચીફ જ્યુ.મેજી.સાહેબ (જે.ડી.પાધ્યા) ની કોર્ટ રાજકોટના ફો.કે.નં-2628/2019 નેગોશીયેબલ એક્ટની કલમ 138 તેમજ (3) રાજકોટના મહે.7માં અધિક ચીફ જ્યુ.મેજી.સાહેબ (જે.ડી.પાધ્યા) સાહેબની કોર્ટ રાજકોટના ફો.કે.નં-2629/2019 નેગોશીયેબલ એક્ટની કલમ 138 મુજબના કેસના સજા વોરંટના કમે નાસતો ફરતો હોય અને હાલ સલાયા પાસે પરોડીયા વાડી વિસ્તાર ડી-સોલ્ટ કંપની ખાતે હોય તેવી ચોક્કસ હકીકત મળતા આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.