ગુજરાતમાં દારૂ લાવવો સહેલો! મુંબઇથી 48.90 લાખનો દારૂ માંગરોળ પહોંચી ગયો
યુપીના શખ્સની ધરપકડ, મંગાવનાર અને મોકલનાર થાણેના શખ્સની શોધખોળ
પોરબંદર-માંગરોળ હાઇવે નજીક વરામ બાગ પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મસમોટો પ્રોહીબીશનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોરબંદર-માંગરોળ હાઇવે રોડ પર વરામ બાગ સામે ઊભેલા એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી, જે બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો જથ્થો લઈને આવ્યો હતો.
પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 5544 બોટલ વિદેશી દારૂૂ મળી આવી હતી, જેની કિંમત 48,90,000 થાય છે. દારૂૂ, મોબાઇલ ફોન 10,000 અને ટ્રક 20,00,000 મળીને પોલીસે કુલ 69,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જથ્થા સાથે એલસીબીએ ઉત્તર પ્રદેશ અસનાહરાના અફઝલઅલી સફાતઅલી મંસુરીની પણ ધરપકડ કરી હતી. પકડાયેલા આ આરોપી વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા શખ્સે જણાવ્યું હતું કે, દારૂનો જથ્થો મુંબઇના શખ્સે ભરી અને માંગરોળનું લોકેશન મોકલ્યું હતું. આ દારૂનો જથ્થો માંગરોળ આપવાનો હતો એવું ઝડપાયેલા નવસારીના અસનાહરાના મંસુરીએ રટણ કર્યું હતું.