મોરબીના તોડબાજ પત્રકારોએ 600 આઇકાર્ડ વેચ્યા હોવાનો થયો ઘટસ્ફોટ
મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે માથાકૂટ કરી વિડીયો બનાવી વિડીયો ડીલીટ કરવા માટે રૂૂપિયા 50 હજારની માંગણી કરનાર ત્રણ તોડબાજ પત્રકારબંધુઓને પોલીસ ઝડપી લીધા છે અને પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે તોડબાજ પત્રકારો મીડિયા કાર્ડ વેચવાનો ધંધો કરતા હોય અને 600 જેટલા કાર્ડ વેચ્યા હોવાનું સામે આવ્યું છે.
બી ડીવીઝન પોલીસ મથકમાં ગત તા. 05-08 થી તા. 04-09 દરમિયાન ત્રાજપર ચોકડી ખાતે આવેલપંપ ખાતે ફરિયાદી કૃષિતભાઈ સુવાગીયાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જયદેવ બુદ્ધભટ્ટી ડીજીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી તેમજ મયુર બુદ્ધભટ્ટી અને રાધેશ બુદ્ધભટ્ટી અગાઉ મીડિયા ગ્રુપના આઈ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂૂ. 3000 મેળવી લીધેલ હોય અને આરોપી જયદેવે પોલીસમાં કરેલ અરજી અને મોબાઈલમાં બનાવેલ વિડીયો ડીલીટ કરવા બાબતે ફરિયાદી અને તેના પિતા તેમજ પાર્ટનર પાસેથી રૂૂ. 50 હજારની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસે આરોપી રાધેશ કિશન બુદ્ધભટ્ટી, જયદેવ કિશન બુદ્ધભટ્ટી અને મયુર કિશન બુદ્ધભટ્ટી એમ ત્રણ તોડબાજ પત્રકારબંધુઓને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.
જે તોડબાજ પત્રકારબંધુઓને ઝડપી લઈને પોલીસે સઘન પૂછપરછ ચલાવી હતી જેમાં ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે આરોપીએ પત્રકાર હોવાનો દાવો કરી પબ્લિકમાં પત્રકાર તરીકેના આઈ કાર્ડ વહેચી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે વર્ષ 2013 થી અત્યાર સુધીમાં આશરે 600 જેટલા આઈ કાર્ડ આપેલ હોય જેમાં પોતે પત્રકાર ના હોવા છતાં આઈ કાર્ડ ધારક ટોલટેક્ષ બચાવવા અને વીવીઆઈપી સુવિધા મેળવવા તેમજ સર્કીટ હાઉસમાં સુવિધા મેળવવા માટે એક આઈ કાર્ડના રૂૂપિયા 3000 થી 8000 મેળવતા હોવાનું જણાઈ આવ્યું છે