For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું

04:26 PM Jan 28, 2025 IST | Bhumika
નોનવેજનો ધંધાર્થીને એમ ડી ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસેથી એસઓજીએ બાતમીના આધારે નોનવેજના ધંધાર્થીને 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ એમડી ડ્રગ્સ અને કાર અને રોકડ સહીત રૂૂ.6.04 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ડ્રગ્સ કોને-કોને સપ્લાય કરવાનો હતો. તે અંગે કુવાડવા પોલીસે વિશેષ પુછપરછ હાથ ધરી છે.

Advertisement

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, અને મદદનીશ પોલીસ કમિશનર ભરત બસિયા દ્વારા રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ અટકાવવા નસેય નો ટુ ડ્રગ્સથ મીશન અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ વેચાણ કરનારા શખ્સો ઉપર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેને પગલે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા વાંકાનેર ચોકડી પાસે અજમેરી ટાયર સર્વિશ નામની દુકાન પાસેથી એસઓજીની ટીમે રૈયા રોડ શિવપરામાં રહેતા ઈરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનિયાને ઝડપી લીધો હતો તેની પાસેથી રૂા.98,900ની કિંમતનું 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 5000ની કિંમતનો મોબાઈલ, રૂૂા. પાંચ લાખની કિંમતની કાર અને રોકડ મળી રૂૂ.6.04.810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલો ઈરફાન ઉર્ફે રોમિયો ચાનિયા નોનવેજની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે માદક પદાર્થનો જથ્થો જામનગરથી લાવ્યો હોવાનું ખુલ્યું હતું. ઈરફાનને ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરના શખ્સની શોધખોળ શરુ કરી છે. આ ડ્રગ્સ કોને-કોને સપ્લાય કરવાનો હતો. તે અંગે વધુ પુછપરછ કુવાડવા પોલીસે હાથ ધરી છે.

એસઓજીના પીઆઈ એસએમ જાડેજા, એએસઆઈ ધર્મેશભાઈ ખેર, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા, મૌલીકભાઈ સાવલિયા, દિગ્વિજયસિંહ ગોહિલ, ફિરોજભાઈ રાઠોડ, અરુણભાઈ બાંભણિયા, કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમાર, હરદેવસિંહ વાળા, મહિલાપોલીસ કોન્સ્ટેબલ મીનાબેન બુસા અને ડ્રાયવર પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement