પુત્ર ક્રિકેટર બને અને ખર્ચા-શોખ પૂરા કરવા ભૂવાએ 12 હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
પોલીસને ભૂવાના મોબાઇલમાંથી રેકોર્ડિંગ મળી આવ્યું: પરિવાર કે ગ્રામજનોમાં ભૂવાના મોતથી કોઇ અફસોસ નથી
નવલસિંહે ઉજ્જેનમાં કાળી વિદ્યા શીખી, ગુરુ શૈલેષ બાવાજી પાસેથી સાઇનાઇડની ટ્રીક શીખ્યો હતો
12 મે, 2023ના દહાડ નામની એક વેબસિરીઝ રિલીઝ થઈ હતી. આ વેબસિરીઝ રિયલ સિરિયલ કિલર સાયનાઇડ મોહન પર આધારિત બનાવવામાં આવી હતી.વર્ષ 2004થી 2009 એમ સતત 6 વર્ષમાં સાયનાઇડ મોહને 32 યુવતીને પોતાનો શિકાર બનાવી હતી અને તેમને સાયનાઇડ આપી મોતને ઘાટ ઉતારી હતી.ત્યારે અમદાવાદમાં ફરી આવો જ એક સિરિયલ કિલર સામે આવ્યો છે, જેમાં આરોપી તાંત્રિક વિધિ કરતો અને પોતાના શિકારને શોધીને દારૂૂ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ આપી તેનો ખેલ ખલાસ કરી નાખતો હતો.ગત રવિવારે નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું.ભૂવા નવલસિંહે ઉજ્જૈનમાં કાળી વિદ્યા શીખી હતી અને તેના ગુરુ શૈલેષ બાવાજી પાસેથી સોડિયમ નાઈટ્રાઇટની ટ્રિક શીખ્યો હતો.
ત્યારથી જ તે તાંત્રિક વિધિના નામે પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રાઇટ પીવડાવીને લોકોની હત્યા કરતો હતો.આરોપી નવલસિંહના પિતાનું નામ કનુસિંહ છે, જે પણ ભૂવા હતા. પરંતુ નવલસિંહ તેના પાલક પિતા એટલે કે કાકા અરવિંદસિંહનું નામ લખાવતો હતો.તેમની મિલકત પણ તેના નામે કરી દેવાયા બાદ અરવિંદસિંહનું મોત નિપજ્યું હતું.આરોપીના સંબંધી અને નજીકના લોકો ભૂવાની કરતૂત જાણી જતા તેનાથી અંતર રાખતા હતા. તેના કારણે તે વઢવાણથી અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદ આવ્યા બાદ તેણે તેના પુત્રને મોટો ક્રિકેટર બનાવવાનું સપનું જોયું હતું.પુત્રને મોંઘીદાટ ક્રિકેટ કોચિંગ ક્લાસમાં પણ મૂક્યો હતો.પુત્ર ક્રિકેટર બનીને સેટ થઇ જાય અને ગાડીના હપ્તા સહિતના ખર્ચ પૂરા થઇ જાય ત્યારબાદ તે લોકોની હત્યા કરવાનું કામ બંધ કરવાનો હોય તેવું રેકોર્ડિંગ પોલીસને મળ્યું છે.
અભિજિતસિંહ પણ 15 લાખ આપવાનો હોવાથી તે છેલ્લો ટાર્ગેટ હોવાનું તેણે જીગરને જણાવ્યું હતું.આરોપીની માતા અને પત્ની વચ્ચે ખૂબ જ કંકાસ થતો હોવાથી ખુદની માતાની હત્યા કરી નાખી હતી.12 હત્યા કરનાર નવલસિંહના કેટલાક પરિવારજનો પણ તેની કરતૂતોથી જાણકાર હતા. આરોપીને તેના અધર્મ કર્મોની સજા મળી હોવાથી પરિવારજનો, સંબંધી કે ગામના લોકોને કોઇ દુ:ખ કે અફસોસ નથી.
રાજકોટના પરિવારના દંપતી-પુત્રની હત્યા કર્યા બાદ પુત્રીની હત્યા કરી લાશના ટુકડા કરી ક્યાંક દાટી દીધા!
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કાદરભાઈ મુકાસમ, તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસિફ મુકાસમ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ (ઉં.વ.62) પોતે રિક્ષાચાલક હતા,જ્યારે તેના પુત્ર આસિફની ઉંમર 35 વર્ષ છે તેમજ પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી,જે પણ પોલીસે કબજે કરી હતી.આ પછી આરોપી નવલસિંહ મૃતકની વિધિમાં પણ જોડાયો હતો. ત્યારબાદ હાલ સરખેજ પીઆઇ આર.કે.ધૂળિયાએ જણાવ્યું હતું કે,આ પરિવારની પુત્રી પણ મિસિંગ હતી જેનું નામ નગમા કાદરભાઇ મુકાસમ હતું.જેમની તપાસમાં જાણવા મળ્યું કે તેની પણ હત્યા બાદ તેની લાશના ટુકડા વાંકાનેરમાં નાખી દીધા હતા તે બાબતે ફરિયાદ નોંધાઇ છે કે નહીં તેની પોલીસ ચકાસણી કરી રહી છે.આ મુસ્લિમ પરિવાર ના પુત્રના લગ્ન થતા ન હોય માટે તે આ નવલસિંહના આશ્રમે જોવડાવવા અવાર નવાર જતો હતો.
નવલસિંહ પાસે સમસ્યા લઈ આવતા લોકો પાસેથી પૈસા લઇ તેમને સાઈનાઇડ વાળું પાણી આપતો!
આ સમગ્ર ઘટનામાં સરખેજ પીઆઇ ધૂળિયાએ જણાવ્યું હતું કે,નવલસિંહનો મોટિવ એટલે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ને માત્ર લોકો પાસેથી પૈસા પડાવવાનો જ હતો તેમની પાસે ગરીબ આવે તો તેમની સમસ્યાનું નિવારણ કરવા પૈસા લેતો અને છેલ્લે એ પરિવાર આર્થિક ભીંસમાં ફસાતા તેમને સાઈનાઇડ વાળું પાણી આપતો અને કુદરતી સ્થળો જેવા કે તળાવ કે અવાવરું સ્થળો પર પીવાનું કહેતો અને સ્યુસાઇડ નોટ લખાવી લેતો હતો તેમજ આરોપી પાસે કોઈ આમિર આવે તેમને ચાર ગણા પૈસાની લાલચ આપી મોટી રકમ પડાવી તેમને સાઈનાઇડ વાળું પાણી આપી દેતો હતો.