ATSએ ઝડપેલા આતંકીઓ અમદાવાદની હોટલમાં પણ રોકાયા હોવાનો ખુલાસો
ગુજરાત ATSએ પકડેલા આતંકીને લઇને મોટો ખુલાસો થયો છે જેમાં આતંકી અહેમદના ઘરેથી ISISનો ફ્લેગ મળ્યો છે અને આતંકની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી તેવી વાત સામે આવી છે. આતંકી પાસેથી મળેલા ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ ચાલુ છે અને ટેલીગ્રામ મારફતે એટીએસએ ઘણી માહિતી માંગી છે અને જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય છે કે, અમદાવાદની રિલીફ રોડ પર હોટલમાં આતંકીઓ રોકાયા હતા અને આતંકી સૈયદ અહેમદના સીસીટીવી સામે આવ્યા છે, આતંકી સુહેલના ઘરેથી અરબી ભાષામાં લખેલો ફ્લેગ મળ્યો છે.
અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી, મુહંમદ અલ્લાહના સંદેશવાહક છેથ તેવું લખાણ પણ મળી આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને આઇએસઆઇએસનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા.
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યો હતો.