60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરની મદદથી તપાસ
ચોરને પકડવા ચોરની મદદ લેતી પોલીસ
કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં લોખંડની તિજોરી ડ્રીલથી તોડી તેમાં રાખેલા રૂૂ. 60.83 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક ભક્તિનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમો તપાસમાં લાગી છે ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાંચે નામચીન તસ્કરની મદદ થી હીરા ચોરી કરનારનું પગેરું દબાવ્યું છે.
વપરા જૂની શાક માર્કેટ પાસે વિવેકાનંદનગર શેરી નં. 2માં રહેતા ખોડીયાર ડાયમંડ નામના કારખાનાના માલિક વિપુલભાઈ વીરજીભાઈ ગોંડલીયાએ બે મહિનાથી ખોડીયાર ડાયમંડ નામે હીરાનું કારખાનું શરૂૂ કર્યું હતું. જેમાં તે જોબવર્ક કરે છે. સુરતથી આંગડીયા પેઢી મારફતે આવતા હીરા તૈયાર કરી સુરત મોકલવાનું કામ કરતા હોય માત્ર બે કલાકમાં ઓફિસના સેકશનનો દરવાજો તોડી અંદર અઢી ફૂટની લોખંડની તિજોરીમાં ચાવી ભરાવવાની જગ્યામાં લોખંડના ડ્રીલથી હોલ પાડી રૂૂ.60.83 લાખના તૈયાર અને કાચા મળી 130.55 કેરેટનાં કુલ 11,655 હીરા ચોરી થયા હોય આ મામલે રખાનામાં ગઇકાલે રાત્રે ત્રાટકેલા તસ્કરો તિજોરીમાં રાખેલા રૂૂ. 60.83 લાખના હીરાની ચોરી કરી જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બે-બે ડીસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તસ્કરો ડીવીઆર જ લઇ ગયા હોવાથી પ્રાથમિક તપાસમાં પોલીસને કોઇ માહિતી મળી નથી. આસપાસના સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો તપાસમાં જોતરાઇ ગઇ હોય હવે આ ચોરીમાં એક જ શખ્સ સંડોવાયેલ હોવાનું સ્પષ્ટ થયા બાદ અગાઉ રાજકોટ માં આ જ મોડેસ ઓપરેન્ડીથી લોખંડની તિજોરીમાં ડ્રીલથી હોલ કરી હીરાની ચોરીમાં સંડોવાયેલ એક નામચીન તસ્કરને ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધો છે અને આ ચોરીમાં કોણ સંડોવાયેલ છે તેની વિગતો ક્રાઈમ બ્રાંચ મેળવી રહી છે.ટુક સમયમાં જ ભેદ ઉકેલાઈ જાય તેવી શકયતા છે.