જસદણના ગઢડિયા (જામ) ગામે હલણ પ્રશ્ર્ને વીમા એજન્ટ ઉપર હુમલો
જસદણનાં ગઢડીયા જામ ગામે વાડી પાસેથી હલણ બાબતે વીમા એજન્ટ ઉપર એકજ પરીવારનાં 4 સભ્યોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગઢડીયા (જામ ) ગામે રહેતા આહીર પરીવારનાં 4 સભ્યોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જસદણનાં ગઢડીયા જામ ગામે રહેતા અને વીમા એજન્ટ તરીકે નોકરી કરતા હરેશ મામૈયાભાઇ કળોતરા પોતાનાં વાડીએથી ઘેર ચાલીને જતો હતો ત્યારે રસ્તામા જેની વાડીમાથી ચાલવાનો રસ્તો હોય ત્યાથી નીકળ્યો ત્યારે વાડી માલીક અરવીંદ ભાનુ ડાંગર , કાથડ કાના ડાંગર, સંજય નાગદાન ડાંગર, મહેશ નાગદાન ડાંગરે વાડીનાં રસ્તેથી ચાલવુ નહી તેવુ કહી ઝઘડો કરી હરેશ પર હુમલો કર્યો હતો. અને બંને પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે હરેશભાઇએ ભાડલા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે એકજ પરીવારનાં આહીર જ્ઞાતીનાં 4 શખસો સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે પોલીસ ફરીયાદમા હરેશભાઇનાં જણાવ્યા અનુસાર વાડી માથી ચાલવા બાબતે એટલે કે હલણ બાબતે છેલ્લા ઘણા વખતથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હોય ત્યારે ગઇકાલે વાડીએથી ઘરે જતી વેળાએ ચારેય શખસોએ રસ્તામા આતરી હુમલો કર્યો હતો.