ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેલવે સ્ટેશનેથી માસૂમ બાળકીનું અપહરણ:મહિલા સહિત 3 ઝડપાયા

05:26 PM Nov 29, 2025 IST | Bhumika
Advertisement

મહિલા ફોનમાં મશગુલ હતી ને બાળકીને ઉઠાવી ટ્રેનમાં બેસી ગયા, દ્વારકાથી રાજકોટ પહોંચ્યા અને રેલવે એલસીબીની ટીમે ભાઈ બહેન સહિત ત્રણને ઝડપી લીધા

Advertisement

રાજકોટ રેલવે સ્ટેશનમાંથી દિલ્હીની મહિલાની સવા વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવતાં રાજકોટ રેલવે એલસીબી અને ડી સ્ટાફે તાત્કાલીક કાર્યવાહી કરી બાળકીનું અપહરણ કરનાર ભાઈ-બહેન સહિત ત્રણને ઝડપી લઈ આ બાળકીને હેમખેમ મુકત કરાવી હતી. રેલવે પોલીસે આ ત્રિપુટીની પુછપરછ શરૂ કરી છે. જેમાં બાળકીનું અપહરણ કરનાર 21 વર્ષની પરિણીતાએ પોતાને સંતાન ન થતું હોય જેના કારણે ભાઈ અને તેના મિત્રની મદદથી બાળકીને ઉઠાવી હોવાનું કબુલ્યું હતું. જો કે આ મામલે રેલવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના ખરેખર અપહરણની છે કે બાળ તરસ્કરીની ? તે તપાસ દરમિયાન બહાર આવશે. હાલ રેલવે પોલીસે ત્રણેયની પુછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતી રિનાબેન આકાશભાઈ ઉધરેજીયા નામની 32 વર્ષીય કે જે ડ્રાયફુટનો વેપાર કરે છે તેને પતિ આકાશ સાથે ઝઘડો થતાં તેણી તેના ચાર સંતાનોને સાથે લઈ રાજકોટ રહેતા માવતરે આવવા નિકળી ગઈ હતી. દિલ્હી સલાઈ રોહિલા ટ્રેનમાં રાજકોટ આવ્યા બાદ લોહાનગરમાં પિતા ભરત વિઠ્ઠલભાઈ દતાણી ના ઘરે પહોંચી હતી પરંતુ માવતરે સરનામું બદલી નાખ્યું હોય તે ફરી રેલવે સ્ટેશને આવી હતી અને પરત દિલ્હી જવા માટેની તૈયારી કરતી હતી અને તે દરમિયાન તે પોતાના ચાર સંતાનોને રેલવે સ્ટેશને મુકી થોડે દૂર ફોન ઉપર તેના સાસુ સાથે વાતચીત કરતી હતી તે દરમિયાન તેની સવા વર્ષની પુત્રી પૂજા ઉર્ફે જંબા જોવા નહીં મળતાં તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે પ્લેટ ફોમ નં.1 ઉપરથી અર્નાકુલ્લમ -ઓખા ટ્રેનમાં એક મહિલાના હાથમાં તેની પુત્રીને જોઈ હતી. રિનાબેન કસુ સમજે તે પૂર્વે ટ્રેન ઉપડી ગઈ હતી જેથી તેણે આ બાબતે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. રેલવે પોલીસ મથકના ઈન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા તથા પીએસઆઈ જયુભા પરમાર અને તેમની ટીમે આ બનાવની ગંભીરતા સમજી તાત્કાલીક તપાસ શરૂ કરી અલગ અલગ ટીમોએ બાળકીને હેમખેમ છોડાવવા ઓપરેશન શરૂ કર્યુ હતું.

રાજકોટ ત્યાંથી હાપા, જામનગર અને ખંભાળીયાથી દ્વારકા સુધીનું બાળકીનું પગેરૂ મળ્યું હોય રેલવે પોલીસની ટીમ દ્વારકા પહોંચી ત્યારે એક હોટલમાં બાળકી જ્યાં દેખાઈ હતી તે હોટલનો સંપર્ક કરતાં એક યુવતી અને તેની સાથેના બે શખ્સો બાળકીને લઈને આવ્યા હતાં અને પરત બાય રોડ ત્યાંથી ચાલ્યા ગયા હોય જેથી દ્વારકા આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ કરતાં તેનું પગેરૂ રાજકોટ સુધી નીકળ્યું હતું અને એક ટીમને રાજકોટ માધાપર ચોકડી પાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોય રેલવે પોલીસની ટીમે માધાપર ચોકડી પાસેથી ગોમટાના દક્ષા તથા તેના ભાઈ સિકંદર અને સિકંદરના મિત્ર કેટરર્સનું કામ કરતાં અજયને ઝડપી લઈ બાળકીને હેમખેમ મુકત કરાવી ંતેની માતાને સોંપી હતી. રેલવે પોલીસે ત્રણેયની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે દક્ષા કે જે 21 વર્ષની હોય તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો છે. જ્યારે સિકંદરની પત્ની દ્વારકા રિસામણે છે.

દક્ષાને સાથે લઈ તે તેના મિત્ર અજય સાથે પત્ની સાથે સમાધાન કરવા દ્વારકા ટ્રેનમાં જતો હતો. ત્યારે આ બાળકી પ્લેટફોર્મ નં.1 ઉપર મળી આવી હતી. દક્ષાને સંતાન ન હોય તેથી બાળકીનો ઉછેર કરવા માટે તેણે આ સવા વર્ષની પૂજાને તેડી અર્નાકુલ્લમ ટ્રેનમાં બેસી ગઈ હતી. અને ત્યાંથી દ્વારકા ગયા હતા અને બાય રોડ ગોંડલ જવા નીકળ્યા ત્યારે જ માધાપર ચોકડીએથી રેલવે પોલીસે દબોચી લીધા હતાં. આ મામલે રેલવે પોલીસ ખરેખર દક્ષા સાચુ બોલે છે કે આ બનાવ બાળ તસ્કરીનો છે તે જાણવા માટે વધુ તપાસ અને પુછપરછ શરૂ કરી છે. રેલવેના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ, એસ.પી.યસપાલ જગાણિયાની સુચનાથી રેલવે પોલીસે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement