રાંદલનગરમાં નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે અભદ્ર વર્તન
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે એક નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેથી ભારે સનસનાટી મચી ગઈ છે.
ઉપરોક્ત સી.સી.ટી.વી. ફૂટેજ આજે સવારથી સોશિયલ મીડિયામાં ફરતા થવાની સાથેજ નરાધમ શખ્સ સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. જે વિડિયો ફૂટેજ મળતાની સાથે જ રાંદલ નગર વિસ્તારના મહિલાઓ આક્રોશભેર એકત્ર થયા હતા, અને સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ. વી.એમ. લગારીયા અને તેઓની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી. પી. ઝા અને તેમની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી લઈ ગાય માતા સાથે જધન્ય અપરાધ કરનાર શખ્સને શોધવા માટે કવાયત શરૂૂ કરી દીધી છે. જેને શોધીને તેની સામે ગુનો નોંધવાની પણ પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે.