દિલ્હીની મેનેજમેન્ટ સંસ્થામાં 17 યુવતીઓ સાથે અભદ્ર વર્તન: સ્વામી ચેતન્યનંદ સામે FIR
દિલ્હીની એક મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. સંસ્થા શારદાપીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી છે.
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પીએ મુરલી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જેમને ડો. સ્વામી પાર્થસારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતો EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી છે.
પોલીસે 32 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ અપશબ્દોનો ઉપયોગ કર્યો, અશ્ર્લીલ ઠવફતિંઆા સંદેશા મોકલ્યા અને અનિચ્છનીય શારીરિક સંપર્ક કર્યો. પીડિતોએ એમ પણ જણાવ્યું કે સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીઓની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું.
ફરિયાદ બાદ, પોલીસે ipc ની કલમ 75(2), 79, અને 351(2) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂૂ કરી. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, અને ઘટનાસ્થળે અને આરોપીના સરનામા પર દરોડા પાડવામાં આવ્યા, પરંતુ આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી એક વોલ્વો કાર જપ્ત કરી હતી.
આ ઘટના બાદ, શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શારદા પીઠમે આરોપીની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ ગણાવી છે.