થોરાળા પોલીસ મથકમાં યુવાને લોકઅપમાં જાતે માથા ભટકાડી પોલીસે માર માર્યાનો ર્ક્યો આક્ષેપ
શહેરમાં કુલબીયાપરા વિસ્તારમાં રહેતો યુવક થોરાળા પોલીસ મથકમાં હતો ત્યારે પકડ વોરંટ નીકળતા યુવાને પોતાની જાતે લોકઅપમાં પોતાની જાતે માથા ભટકાડ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુલબીયા પરામાં રહેતો જીતુ વલ્લભભાઇ રાઠોડ નામનો 42 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના સમયે થોરાળા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે જીતુ રાઠોડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જીતુ રાઠોડનો પુત્ર સાવન રાઠોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તે દરમિયાન જીતુ રાઠોડ પુત્રને મળવા થોરાળા પોલીસ મથકે ગયો હતો. ત્યારે પોલીસે જીતુ રાઠોડનું પકડ વોંરટ નીકળ્યું હોવાનું જણાવતા જીતુ રાઠોડે લોકઅપમાં માથા ભટકાડી હોબાળો મચવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જીતુ રાઠોડે ત્રણ પોલીસ કર્મચારીઓએ લાકડી વડે માર માર્યોના આક્ષેપ ર્ક્યો છે. આ અંગે થોરાળા પોેલીસે વધુ તપાસ હાથ ધરી છે.