ચોટીલાના તાજપરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ચોટીલા તાલુકાના તાજપર ગામે બાઈક અથડાવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર છ શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
ચોટીલા તાલુકાના તાજપર ગામે રહેતા પુનાભાઈ વિનોદભાઈ ડાભી નામનો 32 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતો.
ત્યારે બનેવી ભરત નારણ, ડાયા ગોવિંદ અને ગેલા લાખા સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પુનાભાઈ ડાભી પોતાનું બાઈક લઈને જઇ રહ્યો હતો ત્યારે ભાણેજે મોટરસાયકલ મામા સાથે અથડાવતા તે બાબતે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે નાની મોલડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.