ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મી જ વ્યાજખોર 5 હજારની સામે 90 હજાર વસૂલ્યા, ગુનો નોંધાયો

11:37 AM Apr 25, 2025 IST | Bhumika
Advertisement

જોરાવરનગર પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસમેન સામે મની લેન્ડ એક્ટ કાર્યવાહી

Advertisement

 

રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે પએક તક પોલીસનેથ કાર્યક્રમો યોજતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે. જોરવારનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હોવાની રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે. એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાડમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી યુનુસભાઈ હારૂૂનભાઈ મેરએ જોરાવરનાગર પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા સરદારસિંહ પોલીસવાળા નામના પોલીસ કર્મી પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂૂા.5000 વ્યાજે લીધા હતા અને રોજના 500 રૂૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ સતત 6 મહિના સુધી દરરોજના 500 લેખે કુલ રૂૂા.90000 સરદારસિંહને રોકડા આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ રૂૂપિયાની સગવડ ન હોવાથી આપવાનું બંધ કર્યું હતું.

દરમ્યાન સરદારસિંહે ફરિયાદી મુદ્દલ તેમજ વ્યાજના રૂૂપિયાની કડક ઉઘરાણી કરી ગાળો આપી હતી ધમકી આપી હતી કે જો રૂૂપિયા નહીં આપે તો બાઈક બળજબરીપૂર્વક લઈ લેશે. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. બીજી તરફ લોકમુખે થતી ચર્ચા મુજબ અરજી સંદર્ભે એ-ડિવિઝન પોલીસે એએસઆઇને નિવેદન લેવા બોલાવ્યો ત્યારે ચાલું નિવેદને પોલીસ મથકેથી નાસી છુટયો હતો.

વ્યાજખોરોને કાયદાનો પાઠ શીખવનાર પોલીસ કર્મચારી ખુદ જ વ્યાજે રૂૂપિયા આપી દાદાગીરી કરી કડક ઉઘરાણીની અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં પણ ચર્ચાઓએ જોર પકડયું છે. ે આ મામલે ઉચ્ચકક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હવે આ પોલીસકર્મી પર કાયદેસરના પગલાં ભરાશે કે કેમ તે જોવું રહ્યું.

Tags :
crimegujaratgujarat newspolicemanSurendranagarSurendranagar news
Advertisement
Advertisement