સરધારમાં નસેડીએ ‘મને ઘરમાં કોઇ કેમ નથી બોલાવતા’ તેમ કહી વૃધ્ધને પાઇપ વડે માર માર્યો
રાજકોટનાં સરધાર ગામે રહેતા અને દારૂની કુટેવ ધરાવતા નસેડીએ મને ઘરમા કોઇ કેમ નથી બોલાવતા તેમ કહી વૃધ્ધ મોટા ભાઇ પર લોખંડનાં સળીયા વડે હુમલો કરી માર માર્યો હતો વૃધ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. સરધારમા હરીપર રોડ પર રહેતા જગદીશભાઇ ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ. 67) પોતાનાં ઘરે હતા. ત્યારે રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા દારૂની કુટેવ ધરાવતા નાના ભાઇ રાજેશ મકવાણાએ દારૂનાં નશામા મને ઘરમા કોઇ કેમ નથી બોલાવતા તેમ કહી મોટા ભાઇ જગદીશભાઇ મકવાણાને લોખંડનાં સળીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે ખસેડાયા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમા અમરેલીનાં દેવરાજીયા ગામે રહેતી નેહાબેન રાજેશભાઇ દાફડા નામની 16 વર્ષની સગીરાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. જયારે બીજા બનાવમા કાલાવડનાં સનાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્ય પ્રદેશનાં કમા કેવનસીંગ માવી નામનાં 30 વર્ષનાં યુવાને અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જવલનશીલ પ્રવાહી પી લેનાર સગીરા અને યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .