For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજુલામાં લગ્ન કરવાના સપના બતાવી યુવતી પર યુવકનું દુષ્કર્મ

01:27 PM Oct 04, 2024 IST | Bhumika
રાજુલામાં લગ્ન કરવાના સપના બતાવી યુવતી પર યુવકનું દુષ્કર્મ
Advertisement

રાજુલામા રહેતી એક 25 વર્ષીય યુવતી સાથે યુવકે પ્રેમસંબંધ રાખી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ બારામા યુવતીએ તેની સામે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યુવતી પર દુષ્કર્મની આ ઘટના રાજુલામા બની હતી. અહી રહેતી એક 25 વર્ષીય યુવતીના પાડોશમા રહેતા જીતુ ભોજભાઇ ધાખડા નામના યુવકે પ્રેમસંબંધ કેળવ્યો હતો. આ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને બાદમા અવારનવાર તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાદમા યુવકે યુવતી સાથે લગ્ન કર્યા ન હતા.

Advertisement

બનાવ અંગે યુવતીએ તેની સામે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બીએનએસ કલમ 64 (2) એમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ એમ.એફ.ચૌહાણ ચલાવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement