રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં નવા કાયદાની બોણી મારામારીની ઘટનાથી થઇ

05:51 PM Jul 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહિકામાં શેઢામાં પથ્થર નાખવા મામલે યુવાન પર કૌટુંબિક ભાઇઓનો હુમલો

દેશમાં આજથી ભારતીય ન્યાય સંહિતા,ભારતીય નાગરિક સંહતિા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલી થઈ ગયા છે.જેને લઈને ઘણા કાયદાકીય નિષ્ણાતો કહે છે કે કાયદા અમલીકરણ એજન્સીઓ, ન્યાયિક અધિકારીઓ અને કાયદાકીય વ્યાવસાયિકો માટે આગળ મોટા પડકારો છે.એવું કહેવાય છે કે આ કાયદાઓ કોઈને કોઈ તબક્કે મોટી સંખ્યામાં નાગરિકોને અસર કરશે.ત્યારે રાજકોટના આજીડેમ પોલીસ મથકમાં નવા કાયદા હેઠળ મારમારીની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે બોણી કરી છે.

શહેરના આજી ડેમ વિસ્તારમાં આવેલા મહિકા ગામ સીમ વિસ્તારમાં બાલાજી સ્ટોન કસરથી આગળ ખેતર શેઢામાં પથ્થર નાખવા મામલે ખેડૂત સાથે માથાકૂટ કરી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.મળતી વિગતો મુજબ,મહિકા ગામે રહેતા સવજીભાઈ ખીમજીભાઈ ગોહેલ નામના 59 વર્ષના વૃદ્ધ એ તેમના પડોશીમાં રહેતા પ્રફુલ રવજીભાઈ ગોહેલ, રવજીભાઈ ચકુ ગોહેલ, ભાવેશ જગદીશ ગોહેલ અને હેમંત મનસુખભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તેઓ મહિકા ગામે રહી અને ખેતી કરે છે.વાડીના શેઢા બાબતે કોૈટુંબીક ભાઇઓ સાથે તકરાર ચાલતી હતી.એ દરમિયાન શેઢા પર પથ્થરો મુકવામાં આવ્યા હોઇ સવજીભાઇએ પથ્થર મુકવાની ના પાડતાં ઝઘડો કરી ગાળો દઇ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે ફરિયાદમાં નવી કલમનો ઉમેરો કરાયો છે.જેમાં કલમ 323ને બદલે 115(2), 324ને બદલે કલમ 118(1), 504ને બદલે 352 અને મદદગારીમાં 114ને બદલે 54 હેઠળ ગુનો નોંધાયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે,323ની કલમ હેઠળ રૂૂ.1000નો દંડ વસુલવામાં આવતો હવે નવી કલમ હેઠળ દંડની રકમ વધારી 10,000 એટલે કે 10 ગણી લાગુ પડશે તેમજ 118(1)ની કલમ હેઠળ હવે ઓછામાં ઓછી એક વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement