ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં યુવતી પ્રેમી સાથે ભાગી જતાં મંગેતરે તેની પિતરાઇ બહેન પર એસિડ ફેંકયું

12:17 PM Jan 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના કુવાડવા રોડ નવાગામ પાસે આવેલા સોખડા ગામે રહેતા વર્ષાબેન નામની મહિલાએ પોતાના સગા કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પોતાની જ્ઞાતિના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી.પણ સગાઇના બે મહિના બાદ પારસબેને બીજા છોકરા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતાં.આ કારણે તેણીનો મંગેતર પ્રકાશ રોષે ભરાયો હતો અને ગત સાંજે પણ તે સ્ટીલની બરણી લઇને આવ્યો હતો અને પારસ વિશે પુછતાં વર્ષાબેને મારી બહેને બીજા લગ્ન કરી લીધા છે હવે શોધીને શું ફાયદો તેમ કહેતાં તેણે બરણી ખોલી એસિડ છાંટી દીધુ હતું.કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી તેને સકંજામાં લીધો છે.

Advertisement

વધુ વિગતો મુજબ,સોખડા ગામે રહેતાં વર્ષાબેન માધવભાઇ ગોરીયા (ઉ.વ.34)ની ફરિયાદ પરથી તેની પિત્રાઇ બહેનના મંગેતર સોખડા ગામના જ પ્રકાશ પ્રવિણભાઇ સરવૈયા વિરૂૂધ્ધ બીએનએસની કલમ 124 (1), 323 મુજબ વર્ષાબેન પર સ્ટીલની બરણીમાંથી એસિડ ફેંકી શરીરે દઝાડી ગંભીર ઇજા પહોંચાડયાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.એસિડ હુમલામાં દાઝી ગયેલા વર્ષાબેનને કુવાડવા રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.વર્ષાબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહુ છું.મારા પતિ માધવભાઇ ચોથાભાઇ ગોરીયા ખેત મજુરી કરે છે.મારે બે સંતાન છે.મારુ માવતર વાંકાનેરના કોઠારીયાનું જડેશ્વર છે.મારા સગા કાકા જેરામભાઇ મનજીભાઇ મવકાણાની દિકરી પારસબેનની સગાઇ અમારા સોખડા ગામના અને અમારી જ જ્ઞાતિના પ્રકાશ પ્રવિણભાઇ સરવૈયા સાથે એક વર્ષ પહેલા થઇ હતી. આ સગપણ કરાવવામાં હું વચ્ચે રહી હતી.

જો કે આ સગાઇ થયાના બે મહિના બાદ જ મારી બહેન પારસબેન બીજા કોઇ છોકરાને પ્રેમ કરતી હોઇ તેની સાથે પ્રેમલગ્ન કરીને જતી રહી હતી. આ પછી તેણીનો મંગેતર પ્રકાશ અવાર-નવાર મારી પાસે આવીને કહેતો હતો કે પારસ ક્યાં છે તે તમને ખબર છે છતાં તમે મને કહેતા નથી, પારસને શા માટે તમે શોધી લાવતા નથી, તમારે ન જવું હોય તેને લેવા તો મને સરનામુ આપો, હું તેને શોધી લાવીશ તેમ કહેતો હતો. પણ હું તેને કહેતી કે પારસે બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો તમે તેને શોધીને શું કરશો? આથી તે જતો રહેતો હતો.

દરમિયાન બુધવારે સાંજે હું ઘરે હતી ત્યારે પ્રકાશ સરવૈયા મારી ઘરે આવ્યો હતો. આ વખતે તેના હાથમાં સ્ટીલની બરણી હતી તેમણે ઢાંકણુ ખોલી એસિડ મારા પર ઉડાડતાં મને બળતરા થવા માંડી હતી. ગંધને કારણે મને ખબર પડી હતી કે આ પ્રવાહી એસિડ હતું.મેં દેકારો બોલાવતાં તે ભાગી ગયો હતો એ દરમિયાન મારા પડોશીઓ, મારા કુટુંબીઓ દોડી આવ્યા હતાં અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂૂ, અજીતભાઇ સહિતની ટીમે વર્ષાબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી પ્રકાશ સરવૈયાને સકંજામાં લઇ વિશેષ પુછતાછ શરૂૂ કરી છે.

પારસે એક વર્ષ પહેલાં મંગેતર પ્રકાશને દગો આપી કોઠારિયાના રાહુલ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા

વર્ષાબેને વધુમાં કહ્યું હતું કે,મારી કાકાની દિકરી બહેનની સગાઇ મેં પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી.પણ એ પછી મારી બહેન પારસે ભાગીને કોઠારીયાના રાહુલ દિલીપભાઇ સાથે પ્રેમલગ્ન કરી લીધા હતાં. આમ છતાં પ્રકાશ મારી પાસે આવીને કહેતો હતો કે તમને પારસને શોધવા જતા નથી અને ક્યાં છે તે તમે જાણો છો છતાં કહેતાં નથી તેવી શંકા કરતો હતો. છેલ્લે તેણે બરણીમાં એસિડ ભરી મારા ઘરે આવી ફરીથી પારસ વિશે પુછી મારા પર એસિડ છાંટયું હતું.

સગાઈમાં વર્ષાબેન વચ્ચે રહ્યા હોય પ્રકાશ છેલ્લા એક વર્ષથી પારસનું સરનામું માંગતો હતો

વર્ષાબેને કહ્યું કે,હું ગઈકાલે ઘરે હતી ત્યારે પ્રકાશ સરવૈયા મારી ઘરે આવ્યો હતો. આ વખતે તેના હાથમાં સ્ટીલની બરણી હતી.હું કંઇ પુછુ એ પહેલા તેણે મને કહેલુ કે તમે પારસને કેમ શોધી લાવતા નથી, કયાં ગઇ છે પારસ? કેમ તેનું સરનામુ આપતાં નથી? તેમ કહેતાં મેં ફરીથી તેને અગાઉની જેમ જ કહેલુ કે મારી બહેન પારસે હવે બીજા લગ્ન કરી લીધા છે, એને શોધવાનો કોઇ ફાયદો નથી. મારી આ વાત સાંભળી પ્રકાશ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમણે એસિડ એટેક કર્યો હતો.

Tags :
Acid attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement