જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંક
પિતાની સારવાર માટે લીધેલી રકમનું તગડું વ્યાજ વસુલવા ધમકી આપનાર આંકડીયા ગામના શખ્સ સામે ફરીયાદ નોંધાઇ
જસદણના ફૂલઝર ગામે રહેતા યુવાને પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂૂ.20 હજારના રૂૂ.6.70 લાખ વસુલવા માટે આંકડિયા ગામના વ્યાજખોર શખ્સે આંતક મચાવી ધમકી આપતા આ મામલે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ ફુલઝર ગામે ફોરેસ્ટ વી.ડી.મા રહેતા અને મજુરીકામ કરતા મુકેશભાઇ રવજીભાઇ ડેડાણીયાએ નોંધાવેલી ફરિયાદમાં આંકડિયા ગામના પ્રદિપભાઈ કાઠી દરબારનું નામ આપ્યું છે. ફરીયાદમાં મુકેશભાઈએ જણાવ્યું છે કે, પોતે મજુરીકામ કરીને પરીવારનુ ગુજરાન ચલાવે છે. દસેક મહીના પહેલા મોઢુકા ગામે ખરીદી કરવા માટે ગયેલ ત્યારે મીત્ર મોઢુકા ગામનો નરેશભાઇ ઉર્ફે નુરી ગોરધનભાઈ તાવીયા સાથે આંકડીયા ગામના પ્રદિપભાઈ કાઠી દરબારનો પરિચય થયો હતો. અને પ્રદિપભાઈ કાઠી દર બારે તારે પૈસા જરૂૂર હોય તો મને કહેજે હુ 10 % લેખે વ્યાજે આપુ છુ, આશરે મહિના બાદ પિતા રવજીભાઇ મનજીભાઇ ડેડાણીયા હાથે અકસ્માતમા ઇજા થતા તેમની સારવાર માટે રૂૂપીયાની જરૂૂરત હોય, જેથી પ્રદિપભાઇ કાઠી દરબાર પાસેથી 20.000 રૂૂપીયા 10 ટકા લેખે વ્યાજવા લીધેલ હતા અને બે માસનુ વ્યાજ 4000 રૂૂપીયા આપેલ હતુ.
અને હજી આઠ માસનુ વ્યાજ દેવાનુ બાકી હતુ અને ગઇ તા,19/11/2025 ના રોજ મુકેશભાઈ મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે હતા ત્યારે પ્રદિપભાઈ કાઠી દરબારે મુકશને કહેલ કે, તારે મને રૂૂપીયા 6.70 લાખ દેવાના ના બાકી છે. મુકેશે કહેલ કે આટલા બધા રૂૂપીયા વ્યાજના નો થાય તો આ પ્રદિપભાઇને ગાળો આપી ધમકાવેલ કે અને વ્યાજ આપી દે નહિ તો જાનથી મારી નાખીશ તેમ કહી શર્ટના ખીસ્સામા રહેલ રુ.4000 બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. 20 હજારના રૂૂ.6.70 લાખ વસુલવા પ્રદિપભાઈ કાઠી દર બારે પઠાણી ઉઘરાણી કરી અવાર-નવાર ધમકી આપી અને પોલીસ ફરીયાદ કરીશ તો સારા વાટ નહિ રે તેમ કહી ધમકી આપી પોતાની કારમાં જતો રહ્યો હતો. આ મામલે મુકેશે અંતે પ્રદિપભાઈ કાઠી દરબાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.