For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રૂા.2.5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી

01:22 PM Nov 15, 2025 IST | admin
મોરબીમાં રૂા 2 5 લાખના 30 લાખ પડાવવા વ્યાજખોરોની યુવકને ધમકી

મોરબી તાલુકાના મકનસર ગામના યુવાને રૂૂપિયા 2.50 લાખની રકમ 30 ટકા વ્યાજે લીધી હોય જે રકમની ઉઘરાણી મામલે બે ચેક લઈને યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂૂ 30 લાખ બળજબરીથી કઢાવવા પ્રયાસ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

મોરબીના મકનસર ગોકુલનગરના રહેવાસી અમિતભાઈ વિનોદભાઈ વાડોલીયા (ઉ.વ.26) નામના યુવાને આરોપીઓ દિલીપ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ રહે ગોકુલનગર મકનસર, ઇમરાન અને ઇમરાન સાથે આવેલ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ચારેક મહિના પૂર્વ મોબાઈલ દુકાનના ધંધામાં રૂૂપિયાની જરૂૂરત થતા દિલીપભાઈ આલ પાસેથી રૂૂ 30 ટકા વ્યાજે રૂૂ 2.50 લાખ લીધા હતા અને સિક્યુરીટી પેટે બે ચેક આપ્યા હતા પછી કિશનભાઈ રહે જોધપર અને દિલીપભાઈ એમ બધાને સમાધાન થઇ ગયું હતું અને દિલીપભાઈને રૂૂ 2.50 લાખ મંડળ નોટરી લખાણ કરીને પરત આપ્યા બે કોરા ચેક અંગે પૂછતાં તે બંને ચેક ક્યાંક મુકાઈ ગયા છે ચેક મળ્યે પરત આપી દેશું જે ચેકનો ક્યાય મિસ યુઝ નહિ થાય તેવી ખાતરી આપતા સમાધાન થયું હતું અને બાદમાં ચેક ઇમરાનને આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને ઇમરાન અવારનવાર ફોન કરી રૂૂ 30 લાખ આપી જાવ પરંતુ અમે ઇમરાનને ઓળખતા નથી કે તેની પાસેથી કોઈ રૂૂપિયા લીધા નથી છતાં અવારનવાર રૂૂપિયા આપી જાવ તેવી ધમકી આપતા હતા.

ગત તા. 31-10 ના રોજ રાત્રીના ઇમરાન અને તેની સાથે ત્રણ અજાણ્યા ઇસમોએ ગાડી જીજે 08 ડીજી 3967 લઈને ઘરે આવી ગાળો અપાઈ રૂૂપિયા પરત નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા અને ઇમરાન અને તેની સાથેના માણસો અવારનવાર રૂૂપિયા આપી જાવ તેવું દબાણ કરી બળજબરી કરતા હતા અને તા. 12-11 ના રોજ બપોરે મોબાઈલ પર બેંક ઓફ બરોડાનો મેસેજ આવ્યો જેમાં ઈમ્ત્યાઝ યુનુસએ રૂૂ 15,51,000 ચેક ખાતામાંથી ઉપાડવા નાખ્યો હતો આમ દિલીપ આલ પાસેથી રૂૂ 2.50 લાખ 30 ટકા વ્યાજે લીધા હતા જે રૂૂપિયા પરત ચૂકવી દીધા હતા અને બે સહી કરેલા ચેક આરોપી ઇમરાનને આપી દીધા હતા જે ઇમરાન રૂૂ 30 લાખ બળજબરીથી કઢાવવા ધમકી આપતો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement