મોરબીમાં કોંગ્રેસે 70 દારૂના અડ્ડાઓનું લીસ્ટ પોલીસ વડાને સોંપી જનતા રેડની આપી ચિમકી
જીગ્નેશ મેવાણીએ થરાદ જીલ્લામાં દારૂૂ અને ડ્રગ્સની બદીની સામે પોલીસનો ઉધડો લીધો હતો અને ગૃહમંત્રીને નિશાને લીધા હતા તો સામે ગૃહ મંત્રીએ પણ વળતા પ્રહારો કર્યા હતા જે મામલે હવે કોંગ્રેસ દ્વારા મોરબીમાં જીલ્લા પોલીસવડાને આવેદન પાઠવી 70 દારૂૂના અડ્ડાઓનું લીસ્ટ આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહિ કરાય તો 30 દિવસ બાદ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે.મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે જીલ્લા પોલીસવડાને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેની સાથે મોરબી જીલ્લામાં ધમધમતા 70 દારૂૂના અડ્ડાઓનું લીસ્ટ સોપવામાં આવ્યું છે.
ગુજરાતમાં કાગળ પર દારૂૂબંધી છે જોકે મોરબી જીલ્લામાં બધે જ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂૂ વેચાય અને પીવાઈ રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા એટલું જ નહિ ગુજરાતના બંદરો પર કરોડો રૂૂપિયાના ડ્રગ્સ પકડાઈ રહ્યા છે યુવાનોને નશાના ખપ્પરમાં હોમવામાં આવી રહ્યા છે 30 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે અને ભાજપ સરકાર દારૂૂ અને ડ્રગ્સ સહિતની બદીઓને નાથવામાં નિષ્ફળ રહ્યું છે.ઉડતા ગુજરાતએ ભાજપની ગિફ્ટ છે. બેફામ દારૂૂ-ડ્રગ્સની નશાખોરીને પગલે મહિલા પર અત્યાચારોની ઘટનાઓમાં મોટાપાયે વધારો થયો છે.
ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. પકડાયેલા ડ્રગ્સની માત્રા હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પુરતી પોલીસ ફોર્સ પણ નથી. પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા હોવાનું આવેદનમાં જણાવવામાં આવ્યું છે.