ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં સાઈકલ અડી જતાં ધો. 10ના વિદ્યાર્થીને શખ્સે બેટ વડે માર માર્યો

11:47 AM Aug 07, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબીમાં આવેલી ભારતનગર સોસાયટીમાં રહેતો અને ધો.10માં અભ્યાસ કરતો 15 વર્ષનો સગીર સાયકલમાં પંચર સંધાવવા માટે જતો હતો ત્યારે સાયકલ અડી જવા મુદ્દે અજાણ્યા શખ્સે ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. સગીરને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલી ભારતનગર સોસાયટીમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતા રેહાન રમજાનભાઈ રાજા નામનો 15 વર્ષનો સગીર સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં રીલીફનગર પાસે સાયકલમાં પંચર સંધાવવા માટે જતો હતો. ત્યારે સાયકલ અજાણ્યા શખ્સને અડી જતા અજાણ્યા શખ્સે ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. સગીરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement