For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા

01:45 PM Jun 09, 2025 IST | Bhumika
મોરબીમાં વેપારીને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી ગૂગલ પેથી 30 હજાર પડાવ્યા

મોરબીના રવાપર- ધૂનડા રોડ પર રહેતા વેપારીને જૂના ધંધાના પૈસાની લેતી- દેતીના મામલે ડીવાયએસપીની ખોટી ઓળખ ફોન પર આપી 3 શખ્સોએ ડરાવી- ધમકાવી રૂૂા. 30 હજાર ગુગલ પે કરાવી લેતા આ અંગે મોરબી સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરાઇ છે.

Advertisement

મોરબીના રવાપર-ધૂન રોડ પર રહેતા વેપારી અમીતકુમાર દલીચંદભાઇ વરમોરા (ઉ.વ.39) મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ હરીગુણ બિઝનેસ સેન્ટરમાં હરેક્રિષ્ના માર્કેટિંગ નામની ઓફિસમાં વર્ષ 2023માં કોલસાની લે-વેચનો ધંધો કરતા ત્યારે તેમની બાજુમાં દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી (રહે. વિજયનગર-મોરબી) પણ કોલસાનો ધંધો કરતા. વેપારીએ ધંધા પેટે નાણાકીય વ્યવહાર કર્યો હોઇ દિલીપભાઈ પાસે રૂૂા. 10.69 લાખની રકમ લેવાની નીકળતી હતી. આ બાકી કમ લેવા માટે વેપારીએ દિલીપભાઈને ફોન કરતા હતા. દરમિયાન વેપારીને દિલીપભાઈ રૂૂબરૂૂ મળ્યા ત્યારે ધમકી આપી હતી કે કેમ તું મારી પાસે રૂૂપિયા માંગે છે. હવે જો મને ફોન કરીશ તો હું જ તને ખોટા ગુનામાં ફસાવી દઇશ અને હવે તને કોનો ફોન આવે છે તેની સાથે તું વાત કરી લેજે.બાદમાં થોડા દિવસો પછી વેપારીના મોબાઇલ પર એક શખ્સનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે હું ડીવાયએસપી બોલું છું. તારે અને દિલીપને રૂૂપિયાની લેતી-દેતી જે હોય તે મને કહેજે.

હું પુરું કરાવી દઇશ. બાદમાં અવારનવાર ડીવાયએસપી બોલું છું કહી ફોન આવતા. અને બાદમાં એક મોબાઇલ નંબર આપ્યો હતો. આ મોબાઇલ નંબર પરથી વેપારીને ફોન આવ્યો હતો અને 30 હજાર ગુગલ પે કરવાનું કહેતા વેપારીએ ગુગલ પે કરી દીધા હતા.બાદમાં વેપારીને શંકા જતા તેણે તપાસ કરતાં દિલીપ જીવાણીના કહેવાથી તેના મિત્ર હિતેશભાઈ કેશવજીભાઈ કામરીયા (રહે. હાલ મોરબી)એ ડીવાયએસપી તરીકેની ખોટી ઓળખ આપી અને તેની સાથે કામ કરતા હિમાંશુભાઈ ભટ્ટે ફોન કરી રકમ ગુગલ પે કરાવી લીધી હોવાનું ખુલતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement