મેટોડામાં પતિએ દારૂના નશામાં પત્નીને માર મારી ગળાચીપ આપી
મેટોડામાં રહેતી પરિણીતા પોતાના ધરે હતી ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી મારમારી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામાં આવેલી બટફાલય કંપનીના કવાર્ટરમાં રહેતી રોશનીબેન સંજયભાઇ બનસલ નામની 24 વર્ષની પરિણીતા રાત્રીના પોતાના ધરે હતી. ત્યારે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી ગળાચીપ આપી હતી. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અન્ય બનાવમાં જુદા-જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ. જેમાં શાપરમાં પારુલ જયદિપભાઇ બારોટ (ઉ.વ.32)એ ફિનાઇલ, શાપરમાં પ્રકાશ બાબુ ચૌહાણ (ઉ.વ.30)એ એસિડ અને રેલનગરમાં સંતોષીનગર વિરસાવરકર ટાઉનશીપમાં મયુર દિલીપભાઇ કુગસીયા (ઉ.વ.27) ઝેરી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.