ગારિયાધારના મેસણકા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાનાગારિયાધારના મેસણકા ગામે વાડી વિસ્તારમાં ભાગિયું રાખી રહેતા દંપતી વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી હતી અને આવેશમાં આવી પતિ એ પત્નીને ગંભીર મારમાર્યો હતો. જે બાદ પણ પતિ એ પત્ની ને તાત્કાલિક સારવાર માં ખસેડી ન હતી અને બીજા દિવસે તબિયત વધુ લથડતા હોસ્પિટલ ખસેડી હતી જ્યાં સારવાર માં પત્નીનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે વાડી વિસ્તાર માં રહેતા અને ભાગિયું રાખી પેટીયું રળતા દંપતી વચાળે ચરિત્રની શંકાએ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાગિયું રાખી ખેતી કરતો સંજય જીણાભાઇ પંચાસરા (રહે. મૂળ ખોડવદરી, ગારિયાધાર, હાલ. મેસણકા વાડી વિસ્તાર) અવાર નવાર પત્ની પૂનમ બેન ઉપર ચરિત્ર ની શંકા રાખતો હતો અને બે દિવસ અગાઉ તેજ શંકા એ મોડી રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જે બાદ સંજય પંચાસરા એ પત્ની પૂનમ બેનને ઢીકાપાટુ નો ગંભીર મારમાર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ પત્નીને તાત્કાલિક સારવારમાં લઈ ન જતા પત્નીની તબિયત વધુ લથડી હતી ત્યારે બીજા દિવસે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. અને આરોપી પતિ સંજય જીણાભાઇ પંચાસરા ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.