મેઘમાયા સોસાયટીમાં મહિલાએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા દંપતીએ કર્યો હુમલો
જુદા જુદા ચાર સ્થળે યુવતી સહિત ચાર જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું
શહેરના રાજનગર ચોક પાસે આવેલી મેઘમાયા સોસાયટીમાં રહેતી મહિલાએ ુછીના આપેલા રૂા. 15 હજારની ઉઘરાણી કરતા દંપતિએ ઝઘડો કરીને લાકડી વડે માર માર્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજનગર ચોક પાસે આવેલી મેઘમાયા સોસાયટીમાં રહેતી હીરાબેન કિરીટભાઈ પરમાર નામની 39 વર્ષની પરણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં અજય ખંઢેરા અને તેની પત્ની અનુબેન ખંઢેરાએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં હીનાબેન પરમારે દોઢ વર્ષ પહેલા અજય ખંઢેરાને તેના પુત્રની સારવાર માટે રૂા. 15000 હાથ ઉછીના આપ્યા હતા જે રૂપિયાની ઉઘરાણી કરતા દંપતિએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોકમાં આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતી પ્રિયાબેન કમલેશભાઈ ગુપ્તા નામની 24 વર્ષની યુવતિ પોતાના ઘરે હતી ત્યાર ેરાત્રીના નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. યુવતિની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
રેલનગરમાં વીર સાવરકર ટાઉનશીપમાં રહેતા નિલેશભાઈ વેલજીભાઈ પીઠડિયા ઉ.વ.45એ ઝેરી દવા પી લીધી હતી. જ્યારે રેલનગરમાં રહેતા મીહિર સુનિલભાઈ મકવાણા ઉ.વ.22એ સ્લમ ક્વાર્ટરમાં શિતળા માતાજીના મંદિર પાસે ફિનાઈલ પી લીધું હતું. તેમજ નવાથોરાળામાં રહેતા વિજિયાબેન જગદીશભાઈ ચૌહાણ નામની 40 વર્ષની મહિલાએ કોઈ અકળ કારણસર ફિનાઈલ પી લીધું હતું.
ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.