દિલ્હી જઇ પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરીયાનો ત્રાસ : પતિ, સાસુ-દાદી સાસુ સામે ગુનો
કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઈન રોડ પર મારૂૂતિનગર-1માં રહેતી અને પ્રેમલગ્ન કરનાર પ્રિન્સી ઝાપડા (ઉં.વ.22)એ લગ્ન કરી, સાસરે ગયા બાદ સાસુ અને દાદાજી સાસુએ ઝઘડો કરી, મારકૂટ કરી, રાખવા તૈયાર ન થતા આ મામલે પતિ સહિત ત્રણેય સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મહિલા પોલીસે આ અંગે પ્રિન્સીની ફરિયાદ પરથી તેના પતિ હરિ, સાસુ શાંતુબેન અને દાદી સાસુ મંજુબેન(રહે. બધા નંદુબાગ, ગઢીયાનગર, ન્યુ શક્તિ સસાયટી, શેરીનં.પ) સામે સામે ગુનો દાખલ કર્યો હતો.
પ્રિન્સીબેને પોલીસને જણાવ્યું કે તે હરિ સાથે ગઈ તા. 5-6ના ભાગીને દિલ્હી ગઈ હતી. જ્યાં બીજા દિવસે તા. 6ના બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. આઠેક દિવસ દિલ્હીમાં રોકાયા બાદ બંને રાજકોટમાં આવી બે-ત્રણ દિવસ હોટલ અને બાદમાં ઘંટેશ્વર તેના પતિના ફ્રેન્ડના ઘરે રોકાયા હતાં. તા. 18-6ના તે સાસરીયામાં જતા તેને ભાગીને લગ્ન કરેલા હોવાથી દાદીજી સાસુ અને સાસુએ ગાળો દઈ મારકૂટ કરી હતી.
એટલું જ નહીં તેના પતિને ચડામણી કરતાં 181 અભયમની ગાડી બોલાવી હતી. ત્યારબાદ તેને એક દિવસ સખી સ્ટોપ સેન્ટરમાં રખાઈ હતી. જ્યાંથી તેના પિયર પક્ષના લોકોને જાણ કરતા તે તેને તેડી ગયા હતા.બીજી તરફ આરોપીઓ સાથે સમાધાનના પ્રયાસો કરવા છતાં તે તેડવા નહીં આવતા અંતે મહીલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
