માણાવદરના કોઠડી ગામે વૃધ્ધનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ
ધ્રાંગધ્રાના રાજચરાડીમાં ચુલા પર રસોઈ બનાવતી પરિણીતા અકસ્માતે દાઝી
માણાવદરના કોઠડી ગામે રહેતાં વૃધ્ધે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃધ્ધને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગતો અનુસાર માણાવદરના કોઠડી ગામે રહેતાં વેજાભાઈ રાણાભાઈ મુળીયા નામના 61 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
બીજા બનાવમાં ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે રહેતી અનુબેન રવિભાઈ મારૂડા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે ચુલા ઉપર રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે સાડીનો છેડો ચુલાને અડી જતાં દાઝી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલી પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
