ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલાવડના ધૂન ધોરાજી ગામમાં એક પ્રેમી શખ્સ દ્વારા છરીની અણીએ દંગલ મચાવાયું

12:21 PM Jul 19, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

પ્રેમિકાના પિતાએ રખડતા ભટકતા શખ્સ સાથે પુત્રીના લગ્નની ના પાડી દેતાં પ્રેમિકાના પરિવારને પતાવી દેવાની ધમકી આપી: પરિવારના એક સભ્ય પર છરી વડે હુમલો કરી દીધાની ફરિયાદ નોંધાવાતાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં એક પ્રેમી દ્વારા દંગલ મચાવવામાં આવ્યું હતું, અને પ્રેમિકા સાથે લગ્ન કરવાની તેણી ના પિતાએ ના પાડી હોવાથી ગામમાં આવી દંગલ મચાવી છરી વડે પ્રેમિકા ના પરિવારના એક સભ્ય પર હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકા ના ધૂન ધોરાજી ગામમાં રહેતા ડાયાભાઈ તેજાભાઈ મકવાણા નામના 43 વર્ષના યુવાને પોતાના ગામમાં કાર લઈને ધસી આવી ઘરમાં ધમાલ મચાવવા અંગે અને પોતાના પરિવારના જશાભાઈ નામના એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરી દઈ સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે રાજકોટના નાના મૌવામાં રહેતા પાર્થ ઉર્ફે ભોલુ પંકજભાઈ ભોજાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કે જે પોતાની પુત્રી સાથે એક તરફી પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું જાહેર કરાયું હતું. જે પોતાની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પોતે કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અને રખડતો ભટકતો હોવાથી ફરિયાદીએ લગ્નની ના પાડી દીધી હતી.

જેથી ગઈકાલે આરોપી ઉશ્કેરાયો હતો, અને રાજકોટ થી પોતાની કારમાં બેસીને ધુનધોરાજી ગામમાં પહોંચ્યો હતો, જ્યાં ધમાલ મચાવી જશાભાઈ નામના એક વ્યક્તિને ઘાયલ કરી દેતાં હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી કાલાવડ ગ્રામ્યના એ.એસ.આઈ. ગિરીરાજસિંહ જેઠવા તેને શોધી રહ્યા છે.

Tags :
crimegujaratgujarat newsKalavad
Advertisement
Advertisement