કાલાવડમાં રૂા. 17 લાખના વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફર્યુ
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા કુલ 17 લાખની કિંમતના ઇંગલિશ દારૂૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને ઇંગ્લિશ દારૂૂ ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા ના કાલાવડ ટાઉન અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના અલગ અલગ ગુનાઓ માં પકડાયેલ વિદેશી દારૂૂ નો વિશાળ જથ્થો કુલ 3,581 ઈંગ્લીશ દારૂૂ ની બાટલી નો જથ્થો કે જેની કુલ કિંમત 17 લાખ રૂૂપિયા થવા જાય છે, જે દારૂૂના જથ્થા નો નાશ કરવા માટેની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર ગ્રામ્ય વિસ્તારના એસ.ડી.એમ. શ્રી કાલરીયા, અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, કાલાવડ પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.બી.ડાભી, કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઈ. વી.એ.પરમાર, અને નશાબંધી શાખા ના ઇન્ચાર્જ પી.આઈ. સહદેવસિંહ વાળા ની હાજરી માં દારૂૂ ના જથ્થા નો નાશ કરવા માં આવ્યો હતો.