For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર

12:10 PM Nov 18, 2025 IST | admin
જસદણમાં જનેતાએ નવજાત શિશુને કાંટાળી વાડમાં ફેંકી દેતા હાલત ગંભીર

રડવાનો અવાજ સાંભળી લોકો મદદે દોડયા

Advertisement

જસદણ શહેરમાં માનવતા શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગંગા ભુવન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્કના અવાવરૂૂ ભાગેથી તાજુ જન્મેલું નવજાત શિશુ મળ્યું હતું. લગભગ બે કલાકથી રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. સૌપ્રથમ લોકોને સમજ પડતી નહોતી કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. થોડા લોકો ભેગા થઈ અવાવરૂૂ જગ્યામાં પહોંચ્યા, જ્યાં તેમણે કાંટામાં પડેલું અને રડી રહ્યું હતું એવું નવજાત બાળક જોયું. દૃશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે લોકો ભેગા થઈ મદદ માટે દોડી આવ્યા.

ઘટનાની જાણ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી. થોડા જ સમયમાં બંને ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું. જસદણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, પરંતુ હાલત ગંભીર જણાતા ડોક્ટરોએ નવજાતને 108 મારફતે
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યું, જ્યાં વધુ સારવાર ચાલુ છે.

Advertisement

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્યા નરાધમે આવી નિર્દયતા કરી નવજાતને કાંટાની વાડમાં ફેંકી દીધું? તેના સામે કડક પગલાં લેવાં જોઈએ તેવી માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement